For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bhandara Hospital Fire: હોસ્પિટલમાં 10 બાળકોના મોત પર ભાજપે આજે ભંડારા બંધનુ કર્યુ આહવાન

મહારાષ્ટ્રની ભંડારા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં ગયા શનિવારે એક દર્દનાક દૂર્ઘટના બની હતી. અહીં આગ લાગવાના કારણે 10 શિશુઓના મોત થઈ ગયા હતા.

|
Google Oneindia Gujarati News

BJP calls for a bandh in Bhandara today: મહારાષ્ટ્રની ભંડારા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં ગયા શનિવારે એક દર્દનાક દૂર્ઘટના બની હતી. અહીં આગ લાગવાના કારણે 10 શિશુઓના મોત થઈ ગયા હતા. આગનુ કારણ શૉર્ટ સર્કિટ થઈ હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે પરંતુ ગુસ્સે ભરાયેલા લોકોનુ કહેવુ છે કે આ ગંભીર દૂર્ઘટના હોસ્પિટલની બેદરકારીના કારણે બની છે માટે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. લોકો આ મામલે રસ્તા પર પણ ઉતર્યા. વળી, ભાજપે આ કેસની ન્યાયિક તપાસની માંગ કરી છે અને આના કારણે તેણે આજે ભંડારા બંધનુ આહવાન કર્યુ છે. ભાજપ સાંસદ સુનીલ મુડેએ આની માહિતી મીડિયાને આપી.

devendra fadanvis

તમને જણાવી દઈએ કે રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી અને ત્યાંના અધિકારીઓ સાથે વાત પણ કરી હતી. ઘટના સ્થળે મીડિયા સાથે વાત કરીને સીએમ ઉદ્ધવે કહ્યુ કે ગયા વર્ષે જે કોરોના મહામારી આખા દેશમાં ફેલાઈ તેનાથી આપણી આરોગ્ય સિસ્ટમ પર વધુ લોડ હતો. આ મામલે રાજ્ય સરકાર ગંભીરતાથી લઈ રહી છે જેના કારણે ઘટના બાદ તરત જ તપાસના આદેશ આપવામાં આવ્યા. નિયુક્ત કરેલ સમિતિ બેદરકાર લોકોની ઓળખ કરશે. આ ઉપરાંત સીએમે રાજ્યની બધી હોસ્પિટલોમાં ફાયર ઑડિટનો આદેશ આપ્યો છે.

દૂર્ઘટનામાં 10 શિશુઓના મોત થઈ ગયા

મીડિયા રિપોર્ટ્સ મુજબ શનિવારે મોડી રાતે લગભગ 2 વાગ્યા આસપાસ આ દૂર્ઘટના બની હતી. હોસ્પિટલમાં આઉટ બૉર્ન યુનિટમાં અચાનકથી ધૂમાડો નીકળી રહ્યો હતો. જ્યારે હોસ્પિટલની નર્સે દરવાજો ખોલ્ચો તો જોયુ કે આઉટ બૉર્ન યુનિટમાં બધે ધૂમાડો જ ધૂમાડો હતો. અધિકરીના જણાવ્યા અનુસાર નર્સે તરત જ હોસ્પિચલના અધિકારીઓને બોલાવ્યા. ઈમરજન્સી વિભાગ અને ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બાળકોને બચાવવાની કોશિશ કરી પરંતુ આ દૂર્ઘટનામાં 10 શિશુઓના મોત થઈ ગયા જ્યારે 7 શિશુઓને બચાવી લેવામાં આવ્યા.

5-5 લાખ રૂપિયાના વળતરનુ એલાન

મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના સમયે ત્યાં ના તો કોઈ વૉર્ડ બૉય હતો અને ના કોઈ વયસ્ક વ્યક્તિ. આના કારણે દૂર્ઘટનામાં 10 બાળકોની જીવ જતા રહ્યા. જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ 3 બાળકોએ આગમાં દાઝીને દમ તોડ્યો. વળી, 7ના મોત દમ ઘૂટવાથી થયા. આ બાળકોની ઉંમર એક દિવસથી લઈને 3 મહિના સુધીની જણાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર્ સરકારે મૃતક બાળકોના પરિજનો માટે 5-5 લાખના વળતરનુ એલાન કર્યુ છે.

Covid-19 Vaccination: PM મોદી આજે વેક્સીનેશન પર બધા મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠકCovid-19 Vaccination: PM મોદી આજે વેક્સીનેશન પર બધા મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

English summary
Maharashtra: BJP calls for a bandh in Bhandara on Monday for judicial inquiry in 10 children death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X