For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, ખુરશી પર બેસાડીને આપવામાં આવી રહ્યા છે ઑક્સિજન

મહારાષ્ટ્રમાં ડૉક્ટર અને નર્સ દર્દીઓને ખુરશી પર બેસાડીને ઑક્સિજન આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે(11 એપ્રિલ) મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધીના સર્વાધિક 63,294 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના વધતા કોરોના દર્દીઓએ રાજ્યના આરોગ્ય વિભાગની પોલ ખોલી દીધી છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોવિડ-19ના વધુ દર્દીઓ થયા બાદ હોસ્પિટલમાં તેમને બેડ નથી મળી રહ્યા. હાલત એ છે કે ડૉક્ટર અને નર્સ દર્દીઓને ખુરશી પર બેસાડીને ઑક્સિજન આપી રહ્યા છે. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદની જિલ્લા હોસ્પિટલમાં કંઈક આવો જ નઝારો જોવા મળ્યો. જ્યાં હોસ્પિટલના બધા બેડ ભરેલા હોવાના કારણે વૃદ્ધ દર્દીઓને ખુરશી પર બેસાડીને ઑક્સિજન આપવામાં આવી રહ્યા છે. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે રાજ્યની ભયાનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. આ જ હાલત મહારાષ્ટ્રના લગભગ દરેક જિલ્લાના છે જ્યાં કોરોના દર્દી વધુ છે.

beds

મહારાષ્ટ્રના દક્ષિણમાં સ્થિતમાં ઉસ્માનાબાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 681 નવા કેસ સામે આવ્યા છે અને 7 લોકોના મોત થયા છે. ઉસ્માનાબાદમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 4300થી વધુ છે. એટલે કે આટલા દર્દીઓનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. રાજ્યમાં પૂણે, પાલઘર અને ભંડારા સાથે ઉસ્માનાબાદમાં પણ મેડિકલ ઑક્સિજનની સપ્લાઈની કમી છે. જિલ્લામાં ઑક્સિજન સપ્લાયની કમીના કારણે બધા જરુરિયાતમંદ દર્દીઓને ઑક્સિજન નથી મળી રહ્યો.

મુંબઈની લીલાવતી હોસ્પિટલની પણ આ જ સ્થિતિ

વળી, મુંબઈની લીલવતી હોસ્પિટલની સ્થિતિ પણ કંઈક એવી જ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પણ બેડ્ઝની કમી થઈ ગઈ છે. માટે દર્દીઓ માટે લિફ્ટ એરિયાનો વૉર્ડમાં ફેરવી દેવામાં આવ્યો છે. ત્યાં દર્દીઓ માટે બેડ્ઝ લગાવવામાં આવ્યા છે. 35 સેક્ન્ડના વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે આખી લૉબી દર્દીઓથી ભરેલી છે. ત્યાં ઘણા કર્મચારીઓ પોતાની પીપીઈ કિટમાં જોવા મળી રહ્યા છે.

ટ્વિટર આ વીડિયો શેર કરીને AIMIMના રાષ્ટ્રીય પ્રવકતા વારિસ પઠાણે લખ્યુ, 'આ એ લોકો માટે છે જેઓ અત્યાર સુધી કોવિડ-19ને હળવાશથી લઈ રહ્યા હતા. આ લીલાવતી હોસ્પિટલના દ્રશ્યો છે. લીલાવતી જેવી હોસ્પિટલે પણ દર્દીઓને સમાવવા માટે લિફ્ટ પાસે લૉબીમાં બેડ લગાવી દીધા છે. આખી લૉબીને એક કોવિડ વૉર્ડમાં ફેરવી દેવામાં આવી છે.'

શાહી સ્નાન માટે ઉમટ્યો સૈલાબ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજિયાશાહી સ્નાન માટે ઉમટ્યો સૈલાબ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજિયા

English summary
Maharashtra coronavirus: Covid patients get oxygen in chairs in Osmanabad hospital due to no beds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X