For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો, ત્રીજી લહેરનુ જોખમ વધ્યુ

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રના અમુક શહેરોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રના અમુક શહેરોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં કોરોનાના નવા મ્યુટન્ટ ડેલ્ટા પ્લસના જોખમના કારણે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ દરમિયાન મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે જોખમને જોતા ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે પ્રતિબંધોને ખતમ કરવા અને તેમાં ઢીલાશ આપવામાં ઉતાવળ ના કરો.

coronavirus

નવા કેસોમાં વધારો

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના 9844 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 197 લોકોના કોરોનાથી મોત થઈ ગયા. રાજ્યમાં એક સપ્તાહ બાદ લગભગ 10 સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. 16 જૂને મહારાષ્ટ્રમાં કોરોનાના 10107 નવા કેસ સામે આવ્યા હતા ત્યારબાદ સતત એક સપ્તાહ સુધી રોજ નવા સંક્રમણના કેસ 10 હજારથી ઓછા હતા પરંતુ જે રીતે મહારાષ્ટ્રના 11 શહેરોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળ્યો છે તેને ચિંતા વધારી દીધી છે. આ શહેરોમાં સંક્રમણના કેસોમાં 0.15 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે 10 જિલ્લામાં સંક્રમણ દર 4.54 ટકા છે.

ત્રીજી લહેર માટે તૈયાર રહેવાની જરૂર

મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફૉર્સે સ્પષ્ટ કર્યુ છે કે કોરોનાની ત્રીજી લહેર માટે કોઈ પણ પ્રકારની એલર્ટ જાહેર કરવામાં આવી નથી. આવતા 2-4 સપ્તાહમાં કોરોનાની કોઈ પણ ત્રીજી લહેરના એલર્ટથી રાજ્ય સરકાર તરફથી ઈનકાર કરવામાં આવ્યો છે. પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે રાજ્યને ત્રીજી લહેર માટે તૈયાર રહેવુ જોઈએ જો રાજ્યમાં ત્રીજી લહેર આવે તો આપણે પહેલેથી જ તૈયાર રહેવાની જરૂર છે.1

11 શહેરોમાં વધ્યુ સંક્રમણ

મહારાષ્ટ્રના 11 શહેરોની વાત કરીએ તો જ્યાં સાપ્તાહિક સંક્રમણ દર વધુ છે તો સિંધુગઢમાં 1.121 ટકા, રત્નાગિરીમાં 0.97 ટકા, કોલ્હાપુરમાં 0.79 ટકા, સાંગલીમાં 0.57 ટકા, સતારામાં 0.40 ટકા, રાયગઢમાં 0.39 ટકા, પાલઘરમાં 0.24 ટકા, સોલાપુરમાં 0.21 ટકા, અહેમદનગરમાં 0.19 ટકા, બીડમાં 0.19 ટકા, ઓસ્માનાબાદમાં 0.17 ટકા સંક્રમણનો દર છે. દેશમાં સર્વાધિક કોરોના સંક્રમણના કેસોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ત્રીજુ રાજ્ય છે.

English summary
Maharashtra Covid-19 new cases again rise amid third wave threat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X