વીડિયો પોસ્ટ કરવા પર રાહુલ ગાંધીને મળી નોટિસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કર્યા પછી તે તરત વાયરલ થઇ ગયો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કર્યા પછી તે તરત વાયરલ થઇ ગયો. તેની સાથે સાથે રાહુલ ગાંધી અને બીજા રાજનેતાઓ ઘ્વારા બીજેપી અને સંઘ પર હુમલા કરવામાં આવ્યા. દલિત બાળકોને નગ્ન કરીને મારવા અને ફેરવવા બદલ પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે. પરંતુ હવે આ વીડિયો શેર કરવાને કારણે રાહુલ ગાંધીને મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ કારણ આપીને નોટિસ આપવામાં આવી છે.

rahul gandhi

ખરેખર જલગાંવમાં દલિત છોકરાઓને નગ્ન કરીને ફેરવવા મામલે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ ઘ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે સાથે ટ્વિટર કોમ્યુનિકેશનને પણ નોટિસ આપવામાં આવી છે. આરોપ છે કે રાહુલ ગાંધીએ ત્રણ બાળકોની ઓળખ સાર્વજનિક કરી. આ મામલે રાહુલ ગાંધી પાસે 10 દિવસની અંદર જવાબ માંગવામાં આવ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંત ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વીડિયો સોશ્યિલ મીડિયા પર પહેલા થી જ વાયરલ હતો અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલા એવા વ્યક્તિ નથી જેમને આ વીડિયો ટવિટ કર્યો છે. આ બીજેપી ઘ્વારા જાણીજોઈને લોકોનું ધ્યાન ભટકાવવા માટેનો પ્રયાસ છે. કોંગ્રેસ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X