એક ડોક્ટર, 6 લાશો... કારણ જાણશો તો ચોંકી જશો.
મહારાષ્ટ્રના સતારામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેને લોકો ધરતીના ભગવાન કહે છે તેવા ડોક્ટરો જ મોતનો સોદાગર બનીને એક પછી એક તેના ખૂની ખેલને અંજામ આપ્યો છે કે તેનું નામ જ ડોક્ટર ડેથ પડી ગયું છે. સતારાના 41 વર્ષીય ડોક્ટર સંતોષ પોલના ફાર્મ હાઉસમાંથી 5 મહિલા અને એક પુરુષ એમ કુલ 6 લાશો પોલિસને બરામદ થઇ છે. અને ડોક્ટરે પણ આ તમામ લોકોની હત્યાની વાત કબૂલી છે.
આ ડોક્ટર હત્યા પહેલા આ તમામ લોકોને દવાઓનો ઓવરડોઝ આપતો હતો. અને પછી તે લોકોને તડપી તડપીને મરવા માટે છોડી દેતો હતો. જો કે આ સમગ્ર ધટનાની પર્દાફાશ ત્યારે થયો 49 વર્ષીય મંગલા જેધે નામની મહિલા અચાનક જ એક દિવસ ગુમ થઇ ગઇ. અને જ્યારે આ અંગે સીબીઆઇ તપાસની માંગ ઉઠી ત્યારે પોલીસનું પગેરું આ ડોક્ટર સુધી પહોંચ્યું.

મંગલાની હત્યાનું કારણ
મંગલા જેધે આ ડોક્ટરની હકીકત જાણી ચૂકી હતી. મંગલા મહારાષ્ટ્રના પૂર્વ પ્રાથમિક શિક્ષિકા સેવિકા સંધની અધ્યક્ષ હતી. તેની અને સંતોષની વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો અને મંગળાએ સંતોષને બધાની સામે ખુલ્લો પાડવાની ધમકી ઉચ્ચારી હતી. જે માટે જ સંતોષે તેની હત્યા કરી હતી.
પહેલા અપહરણ પછી મોત
મંગલા તેની દિકરીની ડિલેવરી આવવાની હોવાના કારણે પુણે જવાની હતી. પણ તે પુણે પહોંચી જ નહીં. કારણ કે સંતોષે તેનું અપહરણ કરી તેને પોતાના ફાર્મહાઉસ પર લઇ ગયો હતો. જ્યાં તેણે મંગલાને દવાઓનો ઓવરડોઝ આપી મારી નાખી.
મંગળા નહતી પહેલી શિકાર!
જો કે ડોક્ટર સંતોષ તેની સાહાયિકા જ્યોતિ માંદ્રે સાથે મળીને આ પહેલા પણ અનેક લોકોની હત્યા કરી છે. કારણ કે પોલિસને સંતોષના ફાર્મહાઉસથી 5 મહિલા અને 1 પુરુષનું શબ મળ્યું છે.
કોણ હતા આ લોકો?
પોલિસ તપાસ મુજબ આ પાંચ લોકોના નામ છે સલમા શેખ, જગાબાઇ પોલ, સુલેખા, વનિતા ગાયકવાડ અને નાથમલ ભંડારે. જેમની પણ સંતોષે આ જ રીતે હત્યા કરી હતી.












Click it and Unblock the Notifications
