Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ઓછા મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા? શું કહ્યું પાર્ટીએ?
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ ફરીથી સોફ્ટ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
આ જ કારણ છે કે રાજ્યમાં કોગ્રેસ પર મુસ્લિમ ઉમેદવારોને ઓછી ટિકીટ આપવાનો આરોપ લાગી રહ્યો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસે રાજ્યમાં ઉમેદવારોની પહેલી યાદીમાં 48 માં માત્ર 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી છે.

24 ઓક્ટોબરે જારી કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં કોંગ્રેસે 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ અંગે કોંગ્રેસ નેતા નસીમ ખાને ઈન્ડિયા ટીવી પર કહ્યું કે કોંગ્રેસે હંમેશા તમામ સમાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે.
નસીમ ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તુષ્ટિકરણની રાજનીતિ ન થવી જોઈએ. બેઠકોની વહેંચણીને લઈને કોઈ મૂંઝવણ નથી. આખરી ચર્ચા હજુ ચાલુ છે.
તેમણે કહ્યું કે, 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે કુલ 288 બેઠકોમાંથી 270 પર સર્વસંમતિ સધાઈ છે. બીજી તરફ વોટ જેહાદ અંગે તેમણે કહ્યું કે આજની રાજનીતિમાં આવા મુહાવરા બનાવવામાં આવી રહ્યા છે, જે લોકશાહી માટે સારા નથી.
તેમણે કહ્યું કે, આપણી સામૂહિક જવાબદારી છે કે વોટ જેહાદ જેવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ. જમીન જેહાદની વાત ન થવી જોઈએ. ભારત-પાકિસ્તાન-કબ્રસ્તાનની વાત ન થવી જોઈએ. મામલો દેશની એકતા અને અખંડિતતાનો હોવો જોઈએ અને દેશને મજબૂત બનાવવો જોઈએ. આ દેશમાં લઘુમતીઓએ હંમેશા બલિદાન આપ્યા છે.
અહીં નસીમ ખાને કહ્યું કે, આપણે ચર્ચા કરવી જોઈએ કે આપણે કેવી રીતે મોંઘવારી રોકીશું, કેવી રીતે બેરોજગારી દૂર કરીશું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં જનતાએ નક્કી કર્યું છે કે આપણે ધર્મની રાજનીતિથી દૂર રહેવાનું છે. આપણે વિકાસની રાજનીતિમાં રહેવું પડશે.












Click it and Unblock the Notifications
