નરેન્દ્ર મોદી આજથી મહારાષ્ટ્રના રણમાં ફૂંકશે ચૂંટણી બ્યૂગલ
મુંબઇ, 4 ઓક્ટોબર: મહારાષ્ટ્રના ચૂંટણી મેદાનમાં આજથી નમો-નમો ગૂંજશે. ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ફતેહ કરવા માટે કમર કસી લીધી છે. આ દરમિયાન થનારી ચૂંટણી રેલીઓમાં નરેન્દ્ર મોદીનું ભાષણ પણ હશે. પોતાની રણનિતી હેઠળ જ ભાજપ મહારાષ્ટ્રની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂ કરશે.
મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર કેમ્પેનર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ચૂંટણી પ્રચારનો આગાજ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સૌથી પહેલાં હરિયાણાના કરનાલમાં એક રેલી સંબોધિત કરી. ત્યારબાદ મહરાષ્ટ્ર માટે રવાના થશે. મહારાષ્ટ્રમાં ત્રણ રેલીઓ યોજાવવાની છે. કોલ્હાપુર, બીડ અને મુંબઇમાં રેલીઓ થશે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ પાર્ટી માટે વોટ માંગતા જોવા મળશે. મહારાષ્ટ્ર ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોમાં ઘણા કેન્દ્રિય મંત્રીઓનો પણ નામ સામેલ છે. જેમાં સ્મૃતિ ઇરાની પણ છે.












Click it and Unblock the Notifications
