Farmers Protest: પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનુ સમર્થન કરવા દિલ્લી કૂચ કરશે મહારાષ્ટ્રના ખેડૂતો
નવી દિલ્લીઃ દિલ્લીમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે હવે મહારાષ્ટ્રના ખેડ઼ૂતોએ પણ કમર કસી લીધી છે. લગભગ 5000થી વધુ ખેડૂતો સોમવારે બપોરે 3 વાગે નાસિકથી રવાના થશે. તેમના રવાના થતા પહેલા ઑલ ઈન્ડિયા કિસાન સભા(એઆઈકેએસ) નાસિકમાં એક સાર્વજનકિ સભા આયોજિત કરશે. રાજ્યના 20 જિલ્લાઓના ખેડૂતો નાસિકમાં એકત્ર થશે અને પછી દિલ્લી જવા માટે 1266 કિમીનુ અંતર કાપશે. ત્યારબાદ આ લોકો 24 ડિસેમ્બરે રાજસ્થાન-હરિયાણા બૉર્ડર પ્રદર્શનમાં શામેલ થશે. દિલ્લીમાં ખેડૂતો છેલ્લા ત્રણ સપ્તાહથી કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.
એક નિવેદનમાં એઆઈકેએસના અધ્યક્ષ અશોક ધવલે કહ્યુ, ' આ વાહન જથ્થાની શરૂઆત નાસિકમાં એક વિશાળ જનસભા સાથે થશે. જનસભામાં લગભગ 5000 ખેડૂતો શામેલ થશે અને વાહન માર્ચમાં ભાગ લેશે. ઘણા ખેડૂતો અમારી સાથે મહારાષ્ટ્રની સીમા સુધી આવશે. ત્યારબાદ લગભગ 2000 ખેડૂતો દિલ્લી સુધી યાત્રા ચાલુ રાખશે.' મધ્ય પ્રદેશમાં દાખલ થતાં પહેલા વાહન માર્ચ મહારાષ્ટ્રના ઓઝર, પિમ્પલગાં બસવંત, ચાંદવડ, ઉમરેન, માલેગાંવ અને શિરપુર અને ધૂલે જિલ્લાઓમાં ખેડૂતો સાથે મુલાકાત કરશે. આ માર્ચ કાઢવા પાછળનો હેતુ સરકારને આ બતાવવાનો છે કે આ ત્રણ કાયદાઓથી માત્ર પંજાબઅને હરિયાણાના ખેડૂતો જ પ્રભાવિત નથી.
ધવલે કહે છે કે, 'સરકાર એક પ્રોપાગાન્ડા ચલાવી રહી છે કે જે પણ દિલ્લીમાં થઈ રહ્યુ છે તે પંજાબ અને હરિયાણાના ખેડૂતોના કારણે થઈ રહ્યુ છે. જ્યારે મહારાષ્ટ્રથી હજારો ખેડૂતો 1300 કિમીનો પ્રવાસ કરીને આ પ્રદર્શનમાં ભાગ લેશે ત્યારે તે પ્રભાવી રીતે સરકારના તર્કનો મુકાબલો કરશે.' દિલ્લીમાં અલગ અલગ રાજ્યોથી આવેલા ખેડૂતો આ વર્ષે પાસ થયેલ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કાયદાઓ આવ્યા બાદ કૃષિ વ્યવસાયી લઘુત્તમ વિનિયમન સાથે વેપાર કરી શકે છે. જે હેઠળ મોટા વેપારી ખેડૂતો સાથે કૉન્ટ્રાક્ટ કરી શકે છે. ખેડૂતોનુ કહેવુ છે કે આ નવા કાયદા મોટા કૉર્પોરેટ્સના હકમાં છે જેના કારણે તેમને નુકશાન થશે. આનાથી મંડી પ્રણાલી પ્રભાવિત થશે અને ધીમે ધીમે લઘુત્તમ મૂલ્ય(MSP)વ્યવસ્થા પણ સમાપ્ત થઈ જશે.
UKમાં કોરોનાના નવા સ્ટ્રેન પર આરોગ્ય મંત્રીઃ સરકાર સતર્ક છે