For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના ભંડારામાં ભીષણ દૂર્ઘટના, હોસ્પિટલમાં આગ લાગતા 10 નવજાત બાળકોના મોત

મહારાષ્ટ્રના ભંડારાની જિલ્લા જનરલ હોસ્પિટલના બાળકોના વૉર્ડમાં રાતે બે વાગે ભીષણ આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

Maharashtra Bhandara Ten children died in a fire: મહારાષ્ટ્રના ભંડારાની જિલ્લા જનરલ હોસ્પિટલના બાળકોના વૉર્ડમાં રાતે બે વાગે ભીષણ આગ લાગી ગઈ. આ દૂર્ઘટનામાં 10 નવજાત બાળકોના મોત થઈ ગયા. ન્યૂ બૉર્ન બેબી કેર યુનિટ(SNCU) યુનિટમાંથી સાત બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ભંડારાના સિવિલ સર્જન પ્રમોદ ખાંડતેએ આપી છે. મરનાર બાળકોમાં એક દિવસથી લઈને ત્રણ મહિના સુધીના બાળકો શામેલ છે.

bhandara

ટીવી રિપોર્ટ મુજબ ન્યૂબૉર્ન બેબી કેર યુનિટના આઈસીયુ વૉર્ડમાં કુલ 17 બાળકો હતા. જેમાં 7ને બચાવી શકાયા અને 10ના મોત થઈ ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારે ફરજ પર હાજર નર્સે દરવાજો ખોલ્યો ત્યારે રૂમમાં ધૂમાડો હતો. ત્યારબાદ ફાયરબ્રિગેડ વિભાગને સૂચના આપવામાં આવી. તપાસમાં જોવા મળ્યુ છે કે હોસ્પિટલના આઉટ બૉર્ન યુનિટમાં ધૂમાડો નીકળી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે આગ હોસ્પિટલમાં મોડી રાતે શૉર્ટ સર્કિટની કારણે લાગી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ જિલ્લા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અંગે આરોગ્ય મંત્રી રાજેશ ટોપે સાથે સાથે ભંડારા જિલ્લાના જિલ્લા કલેક્ટર અને પોલિસ અધિકારી સાથે વાત કરીને ઘટનાની માહિતી લીધી છે. તેમણે તપાસના પણ આદેશ આપ્યા છે. વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોસ્પિટલમાં લાગેલી આગ દૂર્ઘટનાને ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. અમિત શાહે કહ્યુ છે, 'મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ અપૂરણીય ખોટને સહન કરવાની શક્તિ આપે.'

ડોનાલ્ડ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ સ્થાયી રીતે કરાયુ સસ્પેન્ડડોનાલ્ડ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ સ્થાયી રીતે કરાયુ સસ્પેન્ડ

English summary
Maharashtra: Fire broke out at Bhandara government hospital, 10 children died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X