
અજિત પવારના નિવેદનથી NCPમાં હલચલ, મોડી રાતે ધારાસભ્યોને મળવા પહોંચ્યા છગન ભુજબળ
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂકી છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ નક્કી કરશે કે મહારાષ્ટ્રમાં આગળ શું થશે. સુપ્રીમ કોર્ટમાં દરેક પાર્ટી પોતાની દલીલો આપી રહી છે અને આ કાયદાકીય લડાઈનો નિર્ણય પોતાના પક્ષમાં ઈચ્છે છે. વળી, એનસીપી નેતા અને ઉપમુખ્યમંત્રી અજીત પવારના નિવેદને એનસીપીમાં હલચલ મચાવી દીધી છે. વળી, એનસીપી નેતાએ પોતાના ધારાસભ્યોને તૂટવાની શંકા વ્યક્ત કરી છે.

ધારાસભ્યોને મળવા પહોંચ્યા ભુજબળ
એનસીપીએ પોતાના નેતાઓનુ ઠેકાણુ ફરીથી એકવાર બદલવાનો નિર્ણય લીધો. બધા ધારાસભ્યોને મુંબઈની રેનેસાં હોટલ હયાતમાં રાખવામાં આવ્યા છે જ્યાં મોડી રાત સુધી પાર્ટીના નેતા પહોંચતા રહ્યા. મોડી રાતે એનસીપી નેતા છગન ભુજબળે હોટલ હયાત જઈને પાર્ટી ધારાસભ્યો સાથે મુલાકાત કરી.
|
શરદ પવાર પોતે આ હોટલમાં પહોંચ્યા
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરીને તેમણે કહ્યુ કે પાર્ટીના ધારાસભ્યોને મળવા આવ્યો છુ. માત્ર 2 એનસીપી ધારાસભ્યો હોટલમાં નથી. બાકીના બધા ધારાસભ્યો અમારી સાથે છે. વળી, એનસીપી અધ્યક્ષ શરદ પવાર પોતે આ હોટલમાં પહોંચ્યા અને એનસીપીના ધારાસભ્યો સાથે વાત કરી.
આ પણ વાંચોઃ શિવસેનાએ ગઠબંધન તોડી મહાપાપ કર્યું, બહુમત સાબિત કરશુંઃ ભાજપ
|
ધારાસભ્યોને સુરક્ષિત કરવામાં લાગી
વળી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે એમ કહીને હલચલ મચાવી દીધી કે રાજ્યમાં ભાજપ-એનસીપી સ્થાયી સરકાર આપશે અને રાજ્યની જનતાના કલ્યાણ માટે કામ કરશે. ત્યારબાદ તેમણે ટ્વિટ કર્યુ હતુ કે તે એનસીપીમાં છે અને હંમેશા એનસીપીમાં જ રહેશે. એવામાં એનસીપી ધારાસભ્યોને સુરક્ષિત કરવામાં લાગેલી છે.