For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ ત્રસ્ત પરંતુ દિલ્હીથી આવ્યા શુભ સમાચાર

કોરોનાના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ ત્રસ્ત પરંતુ દિલ્હીથી આવ્યા શુભ સમાચાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયા આખી કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. દુનિયાભરમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના તેજીથી વધતા મામલા કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતાનું કારણ બન્યું છે. લૉકડાઉનની અવધી પૂરી થવામાં હવે થોડા દિવસો જ બાકી છે એવામાં કોરોના દર્દીની સંખ્યા 26 હજારને પાર પહોંચવી સરકાર માટે મોટી સમસ્યા છે.

coronavirus

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 5913 લોકો કોરોનાથી ઠીક પણ થી ચૂક્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.

મહારાષ્ટ્રની હાલત ગંભીરઃ રવિવારે જાહેર થયેલ સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ મહારાષ્ટ્રમાં એક દિવસમાં 811 નવા દર્દી મળ્યા છે અને પાછલા 6 દિવસમાં 71 લોકોના મોત થયા છે એટલે કે એવરેજ દર કલાકે એક દર્દી દમ તોડી રહ્યો છે.

ગુજરાત ત્રસ્તઃ સંક્રમિતોના મામલે ગુજરાત એક મહિનામાં બીજા નંબરે પહોંચી ગયું છે. અમદાવાદમાં રવિવારે 18 લોકોના કોરોનાથી મોત થયા છે. અહીં એવરેજ દર ત્રણ કલાકે એક મોત થઈ રહ્યું છે.

મધ્ય પ્રદેશમાં પણ કોરોનાનો તાંડવઃ રાજ્યમાં ઈન્દોર અને ભોપાલ રેડ ઝોન બનેલા છે. દેશના સર્વાધિકક પ્રભાવિત જિલ્લામાં સામેલ ઈન્દોરમાં અત્યાર સુધી 57 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

દિલ્હીથી રાહતના સમાચારઃ જ્યારે આ આફતની વચ્ચે દિલ્હીથી થોડી રાહત ભરેલા સમાચાર આવ્યા છે, રાજધાનીમાં કોરોનાને માત આપનાર ફાઈટર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે દિલ્હીમાં દર ત્રણ દર્દી ઠીક થઈ ઘરે પહોંચી રહ્યા છે. આંકડાઓ મુજબ કોરોના સંક્રમણથી પીડિત દર્દી ઠીક થવાની ટકાવારી 33 સુધી પહોંચી ચૂકી છે, 18 એપ્રિલથી તેમાં તેજી આવી છે.

સીએમ કેજરીવાલે પણ આ વાત કહી

રવિવારે અરવિંદ કેજરીવાલે પણ કહ્યું કે પાછલું અઠવાડિયું તેના પહેલાના અઠવાડિયેથી સારું રહ્યું. આંકડાના હવાલેથી તેમણે જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ મળ્યા બાદ સાતમા અઠવાડિયે 622 નવા દર્દી આવ્યા છે. સાતમા અઠવાડિયે 260 લોકો ઠીક થયા, જ્યારે પાછલા 8મા અઠવાડિયે 580 લોકો. સીએમે કહ્યું કે એક રીતે પાછલું અઠવાડીયું સારું રહ્યું. બધાએ મોટી કઠણાઈઓથી લૉકડાઉનનું પાલન કર્યું છે અને આવી રીતે જ આગળ પણ પાલન કરતા રહ્યા તો બીમારીથી છૂટકારો મળી શકે છે.

લૉકડાઉનની ઐસી કી તૈસી, કચ્છ ભાજપ પ્રમુખના ભાઈ પાસેથી મળ્યો દારૂ અને ચાકુલૉકડાઉનની ઐસી કી તૈસી, કચ્છ ભાજપ પ્રમુખના ભાઈ પાસેથી મળ્યો દારૂ અને ચાકુ

English summary
Maharashtra, Gujarat, Madhya Pradesh in Pain because of Coroanvirus But Delhi now in Relaxed, Every Three Patient Of Corona Is Getting Well In New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X