For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈના બાંદ્રા સ્ટેશન પર મજૂરોનુ ટોળુ ઉમટ્યુ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજ્જિયા, જુઓ Video

એક વાર ફરીથી મુંબઈથી બાંદ્રા રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની ભીડ લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી મુંબઈથી બાંદ્રા રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની ભીડ લાગી ગઈ છે. બિહાર જવા માટે ટ્રેન પકડવાના ઈરાદે અહીં હજારોની સંખ્યામાં મજૂરો ભેગા થઈ ગયા જેણે પ્રશાસનની મુશ્કેલીને એકદમ વધારી દીધી છે. વાસ્તવમાં અહીંથી આજે બિહાર માટે ટ્રેન જવાની છે જેના માટે એક હજાર મજૂરોનુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ પરંતુ હજારોની સંખ્યામાં મજૂરો ત્યાં પહોંચી ગયા ત્યારબાદ અફડાતફડીનો માહોલ પેદા થઈ ગયો છે. મજૂરોની ભારે ભીડમાં કોઈ પણ સોશિયલ ડિસ્ટંસીંગનો ખ્યાલ ન રહ્યો. જો કે પોલિસ ભીડને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે.

mumbai

તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ બાંદ્રા રેલવે સ્ટેશને પ્રવાસી શ્રમિકોનુ ટોળુ ઉમટી પડ્યુ હતુ. આ પ્રવાસી મજૂરોને કોઈએ કહી દીધુ હતુ કે અહીંથી બિહાર માટે ટ્રેન મળવાની છે ત્યારબાદ મજૂરોનુ ટોળુ સ્ટેશન પર ઉમટી પડ્યુ હતુ. આ મુદ્દે ઘણી રાજનીતિ પણ થઈ હતી. મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પાસે જમા થનારા લગભગ 1000 પ્રવાસી મજૂરો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન છતાં કોરોના વાયરસનો કહેર થમવાનુ નામ નથી લેતો. મંગળવારે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા માત્ર 24 કલાકમાં કોરોના વાયરસના 4970 નવા કેસ અને 134 લોકોના મોત થયા છે. ત્યારબાદ દર્દીઓની કુલ સંખ્યા 101139 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસથી અત્યાર સુધી 3163 લોકોના જીવ ગયા છે.

કોરોના વાયરસથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર જ છે. અહીં કોરોનાના કારણે સૌથી વધુ મોત થયા છે. આ રાજ્યમાં 1249 લોકોના મોત કોરોના સંક્રમણના કારણે થયા છે. બીએમસીના જણાવ્યા અનુસાર મુંબઈમાં જ કોરોનાથી 757 લોકો માર્યા ગયા છે. મહાનગર મુંબઈમાં 21 હજારથઈ વધુ કોરોના દર્દી છે જેમાંથી 16 હજાર 848 દર્દી કોરોના એક્ટિવ છે. મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા સીઆઈએસએફ અને સીઆરપીએફની કુલ 5 કંપનીઓ આજથી ઝોન 1, 3, 5, 6 અને 9માં તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુંબઈના બાંદ્રા સ્ટેશન પર મજૂરોનુ ટોળુ ઉમટ્યુ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજ્જિયા

સુરતમાં રહેતા બિહારના મજૂરે ગામ જવા ઈચ્છતી પત્નીની લાતો મારી મારીને કરી દીધી હત્યાસુરતમાં રહેતા બિહારના મજૂરે ગામ જવા ઈચ્છતી પત્નીની લાતો મારી મારીને કરી દીધી હત્યા

English summary
Maharashtra huge crowd of migrant workers gathered outside mumbai bandra railway station
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X