For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરાઠા સંગઠનોનું આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, મુસ્લિમ સંગઠનોનું સમર્થન

મહારાષ્ટ્રમાં સરકારી નોકરીમાં અનામતની માંગ કરી રહેલા મરાઠા સંગઠનોએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકારી નોકરીમાં અનામતની માંગ કરી રહેલા મરાઠા સંગઠનોએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યુ છે. મરાઠા સંગઠનોના મહારાષ્ટ્ર બંધના એલાનના કારણે રાજ્યમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેથી કોઈ પણ પ્રકારના અનિચ્છની બનાવથી બચી શકાય. છેલ્લા કેટલાક દિવસોથી મરાઠા સંગઠન અનામત માટે સતત પ્રદર્શન કરી રહ્યા છે. ગયા મહિને જે રીતે રાજ્યના અલગ અલગ ભાગોમાં અનામતની માંગને કારણે હિંસા અને આગના બનાવો બન્યા હતા તેને જોતા સરકાર પર પણ ઘણુ દબાણ છે કે તે આજે થનારા મહારાષ્ટ્ર બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે.

maharashtra bandh

મરાઠા ક્રાંતિ મોરચાએ એલાન કર્યુ છે કે તે મુંબઈ સબઅર્બન કલેક્ટરના બાંન્દ્રા સ્થિત કાર્યાલય સામે પ્રદર્શન કરશે. વળી, અન્ય મરાઠા સંગઠનોએ પણ મહારાષ્ટ્રના અલગ અલગ ભાગો અને મુંબઈમાં બંધનું એલાન કર્યુ છે. જો કે નવી મુંબઈ અને થાણેમાં આ બંધ નહિ યોજાય. મુસ્લિમ સંગઠનો મહારાષ્ટ્ર મુસ્લિમ એકતા પરિષદ અને જમાએત-ઉલમા-એ-મહારાષ્ટ્ર એ આ બંધનું સમર્થન કર્યુ છે.

મહારાષ્ટ્ર સરકારના મોટા અધિકારીએ જણાવ્યુ કે આજના બંધને જોતા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આરએએફની છ કંપનીઓ અને સીઆઈએસએફ, રાજ્ય રિઝર્વ પોલિસની એક એક કંપનીને તૈનાત કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે કોઈ પણ જગ્યા પર પ્રદર્શનકારી કાયદો પોતાના હાથમાં ના લઈ શકે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલિસે લોકોને અપીલ કરી છે કે તે શાંતિ જાળવી રાખે. રાજ્યના મુખ્ય સચિવ ડી કે જૈને આજે મહારાષ્ટ્ર બંધ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે રેલવે સેવા સુચારુ રૂપે ચલાવે, શાળા કોલેજો, માર્ગ પરિવહન સહિત તમામ સેવાઓને પ્રભાવિત થવા દેવામાં ન આવે.

English summary
Maharashtra Maratha groups called Bandh many muslim organizations supports it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X