For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર પોલીસે રિપબ્લિક ટીવીના બે પત્રકારોની ધરપકડ કરી, જાણો મામલો

મહારાષ્ટ્ર પોલીસે રિપબ્લિક ટીવીના બે પત્રકારોની ધરપકડ કરી, જાણો મામલો

|
Google Oneindia Gujarati News

ટીવી ન્યૂઝ ચેનલ રિપબ્લિક ભારતના રિપોર્ટર અનુજ શર્મા અને કેમેરામેન યશપાલજીત સિંહની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમને ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસનો આરોપ છે કે આ લોકો સીએમ ઉદ્ધવ ઠાકરેના રાયગઢ સ્થિત ફાર્મ હાઉસમાં મંજૂરી વિના ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા.

republic tv

રિપબ્લિક મીડિયા ગ્રૂપનું કહેવું છે કે, કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી વિના અમારા કર્મચારીઓને ચાર દિવસમાં જેલમાં પૂરી રાખવા લોકતંત્રની હત્યા છે. રિપબ્લિક મીડિયા નેટવર્ક પોતાની ટીમને ન્યાય અપાવવા માટે શક્ય તમામ કાનૂની મદદ લેશે.

વધુમાં રિપબ્લિક મીડિયા સમૂહે કહ્યું કે લોકતંત્રના અનુચ્છેદ 19 (ડી) અંતર્ગત હરેક વ્યક્તિને ભારતમાં સ્વતંત્ર રૂપે ફરવાનો અધિકાર છે. અમને માલૂમ પડ્યું કે અમારા કર્મચારીઓ પર મહારાષ્ટ્રની સકાર મશીનગરી દ્વારા ગુપ્ત સૂત્રોની જાણકારી કઢાવવા દબાણ કરી રહી છે, અમારા કર્મચારીઓ પોલીસને આ અંગે ક્યારેય જાણકારી નહિ આપે.

મીડિયાને લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે અને દેશના કોઈપણ મુખ્યમંત્રી પાસે અધિકાર નથી કે તેઓ પોતાની આસપાસના વિસ્તારોમાં થઈ રહેલ રિપોર્ટિંગ કરનારાઓને જેલમાં નાખી દે. આ લોકતંત્ર અને રિપોર્ટિંગ કરી રહેલા વ્યક્તિઓના અધિકારની વિરુદ્ધ છે.

મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસના ચોકીદારે પોલીસ ફરિયાદ કર્યા બાદ તેમની ધરપકડ કરવામા આવી છે. ચોકીદારે પોતાની ફરિયાદમાં નોંધાવ્યું કે, રિપબ્લિક ટીવીના પત્રકાર અનુજ શર્મા અને કેમેરા મેને ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ફાર્મ હાઉસમાં ઘૂસવા માટે જીભાજોડી કરી.

SBI ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ, આ નવા ફીચરથી ATM ફ્રોડ પર રોક લાગશેSBI ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ, આ નવા ફીચરથી ATM ફ્રોડ પર રોક લાગશે

English summary
Maharashtra police arrested journalist and cameraman of republic bharat tv
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X