For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાની બેઠક પૂર્ણ, હોર્સ ટ્રેડિંગના ડરથી ધારાસભ્યો બે દિવસ માટે 5 સ્ટાર હોટલમાં શિફ્ટ થશે

શિવસેનાની બેઠક પૂર્ણ, હોર્સ ટ્રેડિંગના ડરથી ધારાસભ્યો બે દિવસ માટે 5 સ્ટાર હોટલમાં શિફ્ટ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ડેડલાઈન ખતમ થવાના કેટલાક કલાકો પહેલા રાજનૈતિક હલચલ તેજ થઈ ગઈ છે. શિવસેના ચીફ ઉદ્ધ ઠાકરેએ મીટિંગ બાદ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ થવા કહ્યું છે. શિવસેના ધારાસભ્ય ગુલાબરામ પાટિલે ગુરુવારે માતોશ્રીમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે કરેલી મુલાકાત બાદ કહ્યું કે, 'અમે બે દિવસ માટે હોટલ રંગશારદામાં રોકાશું. ઉદ્ધવ સાહેબ જે કહેશે અમે તે જ કરીશું.' શિવસેનાની બેઠકમાં સરકાર રચવા પર કોઈપણ ફેસલો લેવા માટે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને અધિકૃત કરવામાં આવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે તેમના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે.

shiv sena

અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે જે ધારાસભ્યો મરાઠાવાડા અથવા દૂરના વિસ્તારોમાં રહે છે, તેમને રોકાવવા માટે હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બેઠક બાદ શિવસેના ધારાસભ્યએ જણાવ્યું કે તેમને શાંત રહેવા અને સાથે રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે અંતિમ ફેસલો લેશે.

બેઠકમાં ફોન બંધ કરાવાયા

ધારાસભ્યોને લઈ શિવસેના કેટલી સચેત છે તેના સંકેત ઉદ્ધવ ઠાકરે સાથેની મિટિંગમાં પણ મળી. શિવસેના ધારાસભ્યોના ફોન સ્વિચ ઑફ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા અને તેમના મોબાઈલ મીટિંગ હોલની બહાર જમા કરાવી દેવામાં આવ્યા.

સંજય રાઉત સાથે મુલાકાત બાદ શરદ પવારે પત્તાં ખોલ્યાં, શિવસેના સાથે ગઠબંધન પર આપ્યું નિવેદનસંજય રાઉત સાથે મુલાકાત બાદ શરદ પવારે પત્તાં ખોલ્યાં, શિવસેના સાથે ગઠબંધન પર આપ્યું નિવેદન

English summary
Maharashtra Political Crisis: Shiv Sena MLAs shifted at hotel for next two days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X