મહારાષ્ટ્રની પ્રથમ સર્વમહિલા પોસ્ટ ઓફિસનો આરંભ થયો

આ પોસ્ટ ઓફિસને 12 મહિલા કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવશે. આ મહિલાઓની ઉપર સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ હશે. આ પોસ્ટ ઓફિસનું ઉદઘાટન પોસ્ટલ સર્વિસ બોર્ડના ચેરપર્સન અને પોસ્ટના સેક્રેટરી, પી ગોપીનાથના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કુલ 26,468 પોસ્ટલ સ્ટાફ છે. તેમાંથી મહિલાઓની સંખ્યા 5,008 છે.
આ પ્રસંગે મહારાષ્ટ્ર અને ગોવા સર્કલના ચીફ પોસ્ટમ માસ્ટર જનરલે જણાવ્યું કે "મહારાષ્ટ્રમાં મહિલાઓનું સન્માન કરવા માટે અમે મુંબઇ સર્કલમાં સર્વ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો." ઉલ્લેખનીય છે કે આ વર્ષે 8 માર્ચના રોજ મહિલા દિન પ્રસંગે માહિતી અને સંચાર તકનીકી પ્રધાન કપિલ સિબલે દેશની સર્વપ્રથમ સર્વ મહિલા પોસ્ટ ઓફિસને નવી દિલ્હી ખાતે ખુલ્લી મુકી હતી.












Click it and Unblock the Notifications
