For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર સરકાર રચનાઃ શિવસેના ન માની તો એનસીપીનો કરી શકે છે સંપર્કઃ વરિષ્ઠ ભાજપ નેતા

એક તરફ જ્યાં શિવસેના દાવો કરી રહી હતી કે તેની પાસે 170 ધારાસભ્યોનુ સમર્થન છે અને તે અન્ય દળો સાથે પણ સંપર્કમાં છે તો ત્યારબાદ હવે ભાજપના નેતા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમા સરકારની રચના માટે ચાલી રહેલ ઉથલપાથલમાં રોજેરોજ નવી ઉલટફેર થઈ રહી છે. ભાજપ શિવસેનાને નવા નવા વિકલ્પ આપી રહી છે પરંતુ તેમછતાં બંને વચ્ચે મતભેદ ખતમ નથી થઈ રહ્યા. એક તરફ જ્યાં શિવસેના દાવો કરી રહી હતી કે તેની પાસે 170 ધારાસભ્યોનુ સમર્થન છે અને તે અન્ય દળો સાથે પણ સંપર્કમાં છે તો ત્યારબાદ હવે ભાજપના નેતા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે. જો કે ભાજપને હજુ પણ આશા છે કે શિવસેના તેની સાથે સરકાર રચવામાં શામેલ થશે પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે આ સાથે ભાજપે પણ અન્ય વિકલ્પો પર વિચાર કરવાનુ શરૂ કરી દીધુ છે.

એનસીપી સાથે કરી શકે છે સંપર્ક

એનસીપી સાથે કરી શકે છે સંપર્ક

ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે ભાજપ હજુ પણ આશા રાખી રહી છે કે શિવસના તેમની સાથે આવશે પરંતુ આ સાથે જ ભાજપ એનસીપીનો પણ સંપર્ક કરી શકે છે. સાથે જ તેમણે કહ્યુ કે જો ભાજપ એ વાત માટે આશ્વસ્ત નહિ થાય કે તે સંસદમાં પોતાનો બહુમત સાબિત નથી કરી શકતી તો તે સરકાર બનાવવાનો દાવો રજૂ નહિ કરે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર અનુસાર ભાજપ નેતૃત્વએ આ નિર્ણય લીધો છે કે જો બહુમત માટે રસ્તો સાફ નહિ થાય તો અમે સરકાર બનાવવાની કોશિશ નહિ કરીએ.

અમારી પાસે આંકડો નથી

અમારી પાસે આંકડો નથી

ભાજપ નેતાએ જણાવ્યુ કે અમને ખબર છે કે અમારી પાસે આંકડો નથી. અમને હજુ પણ આશા છે કે શિવસેના અમારી સાથે આવશે પરંતુ અમે એનસીપીનો પણ સંપર્ક કરી શકીએ છીએ. તેમણે 2014માં અમારી મદદ કરી હતી. જો અમે અમારા પ્રયોગમાં નિષ્ફળ જઈશુ તો સરકાર બનાવવાનો દાવો રજૂ કરવો વાજબી નહિ ગણાય, અમે આવી કોઈ સ્થિતિમાં પડવા નથી માંગતા જ્યાં પાર્ટીની શરમનો સામનો કરવો પડે. ભાજપ નેતાએ કહ્યુ કે 24 ઓક્ટોબરે પરિણામ આવ્યા બાદ શિવસેનાને મનાવવાની ઘણી કોશિશ કરવામાં આવી પરંતુ તેમના તરફથી કોઈ સકારાત્મક જવાબ નથી આવ્યો. અમને લાગે છે કે શિવસેનાની માંગ વાજબી નથી, 288 સીટોમાંથી શિવસેનાએ માત્ર 56 સીટો પર જીત મેળવી છે જ્યારે ભાજપે 105 સીટો પર જીત મેળવી છે.

આ પણ વાંચોઃ Video: વકીલોએ મહિલા પોલિસ અધિકારીઓને પણ દોડાવ્યા હતાઆ પણ વાંચોઃ Video: વકીલોએ મહિલા પોલિસ અધિકારીઓને પણ દોડાવ્યા હતા

રાજ્યપાલ કરશે બધા વિકલ્પો પર વિચાર

રાજ્યપાલ કરશે બધા વિકલ્પો પર વિચાર

રાજ્યમાં સરકારની રચના પર ભાજપ નેતાએ કહ્યુ કે ભાજપ આ વાત માટે આશ્વસ્ત છે કે રાજ્યપાલ રાજ્યમાં સરકાર બનાવવા માટે બધા વિકલ્પો પર વિચાર કરશે. નિયમાનુસાર તેમને સૌથી મોટી દળને પહેલા સરકાર બનાવવાનુ આમંત્રણ આપવુ જોઈએ, ત્યારબાદ તે બીજા સૌથી મોટા દળને આમંત્રિત કરી શકે છે. જ્યારે બધા વિકલ્પ ખતમ થઈ જાય તો તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે.

English summary
Maharashtra: senior bjp leader says BJP may approach NCP to form government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X