શિવસેના ઈચ્છે તો બહુમત હાંસલ કરી સરકાર બનાવી શકેઃ સંજય રાઉત
શિવસેના ઈચ્છે તો બહુમત હાંસલ કરી સરકાર બનાવી શકેઃ સંજય રાઉત
મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. શુક્રવારે ફરી એકવાર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, 'જો શિવસેનાએ નિર્ણય કરી લીધો તો મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર બનાવવા માટે બહુમત મેળવી શકે છે.' વધુમાં તેમણે કહ્યું કે રાજ્યની જનતા ઈચ્છો છે કે ભાજપ-શિવસેના વચ્ચે 50-50નો ફોર્મ્યુલા નક્કી થયો હતો તેના પર જ વાત આગળ વધે. જો આવું ન થયું તો અમારી અને ઉધ્ધવજી પાસે કોઈ વિકલ્પ નહિ બચે.

સંજય રાઉતે કહ્યું કે દરેક પાર્ટીની પોતપોતાની વિચારસરણી હોય ચે. કોંગ્રેસ જે પ્રકારની રાજનીતિ કરતી આવી છે, તે પણ નહિ ઈચ્છે કે સત્તા ભાજપ પાસે આવી જાય. અમારી કોઈ ચર્ચા તેમનાથી નથી. પરંતુ શિવસેના ઈચ્છે તો બહુમત હાંસલ કરી શકે છે. જો ઉદ્ધવજીએ કહ્યું કે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તો જરૂર થશે. જો અમે ઈચ્છીએ તો બે તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવી શકી છીએ. અમે કહીશું કે જો તમારી પાસે બહુમત નથી તો સરકાર બનાવવાની હિમ્મદ ન કરો.
અગાઉ ગુરુવારે સાંજે સંજય રાઉતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. જે બાદથી ચર્ચા તેજ થઈ ગઈ હતી કે રાજ્યમાં સરકાર ગઠનમાં રાકાંપા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. રાઉત સાથે મુલાકાત બાદ શરદ પવારના આવાસ પર રાકાંપા નેતાઓની બેઠક પણ મળી. જેમાં સુપ્રિયા સુલે, ધનંજય મુંડે અને અજિત પવાર સામેલ થયા. જો કે આ બેઠક બાદ પાર્ટી તરફથી નિવેદન આપવામાં આવ્યું કે અમને વિપક્ષમાં બેસવા માટે જનાદેશ મળ્યો છે.












Click it and Unblock the Notifications
