For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra & Haryana Election Polling 2019: મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધીમાં 54.53 ટકા મતદાન

Maharashtra & Haryana Election Polling 2019: મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધીમાં 54.53 ટકા મતદાન

|
Google Oneindia Gujarati News

આજે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપ અને તેના સહાયક પક્ષ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર પણ જીતનો પરચમ લહેરાવવા ઈચ્છે છે, જ્યારે વિપક્ષ ફરી સત્તામાં આવવા માટે ખુદની રણનીતિ અપનાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં 4,28,43,635 મહિલાઓ સહિત કુલ 8,98,39,600 મતદાતા નોંધાયેલ છે. મહારાષ્ટ્રની 228 વિધાનસભા સીટ પર 3237 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાં 245 મહિલા ઉમેદવારો છે. જ્યારે હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની હરિફાઈ વિપક્ષ કોંગ્રેસ અને JJP સાથે છે. હરિયાણાની કુલ 90 વિધાનસભા સીટ પર આજે વોટિંગ વોટિંગ થયું છે. હરિયાણામાં 85 લાખ મહિલા અને ટ્રાન્સઝેન્ડર મતદારો સહિત કુલ 1.83 કરોડ મતદાતાઓ નોંધાયેલ છે.

voting

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ શિવસેનામાં જોડાયા સલમાનના બૉડીગાર્ડ શેરામહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ શિવસેનામાં જોડાયા સલમાનના બૉડીગાર્ડ શેરા

Newest First Oldest First
5:10 PM, 21 Oct

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર
મુંબઈની બાંદ્રા વેસ્ટ પોલિંગ બૂથમાં અભિનેતા સલમાન ખાને વોટિંગ કર્યું
5:09 PM, 21 Oct

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશ
યુપીની રામપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાએ પોતાનો મત આપ્યો
4:40 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
બપોરે 3 વાગ્યા સુધી મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 43.78 ટકા મતદાન થયું
4:39 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઈના જુહુમાં મતદાન કર્યું
3:55 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને મુંબઈના બાંદ્રા પશ્ચિમમાં મતદાન મથક નંબર 177 પર મતદાન કર્યું
3:53 PM, 21 Oct

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019
હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ ગોયલ કાંડાએ સિરસામાં પરિવાર સાથે પોતાનો મત આપ્યો હતો, ગોપાલ કાંડા અપક્ષ તરીકે લડી રહ્યા છે
3:13 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
મુંબઈની વર્લી વિધાનસભા સીટ પર પોલિંગ બૂથ નંબર 62 પર વોટિંગ દરમિયાન ઈવીએમમાં ખરાબી આવી
2:52 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
મુંબઈના અંધેરી વેસ્ટ પોલિંગ બૂથ પર દીપિકા પાદુકોણે મતદાન કર્યું
2:34 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
મુંબઈના અંધેરી વેસ્ટ પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે રિતિક રોશન પહોંચ્યા
2:31 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
મુંબઈના અંધેરી વેસ્ટ પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે અનિલ કપૂર પહોંચ્યા
1:51 PM, 21 Oct

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019
બપોરે 12 વાગ્યા સુધી હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર 23.82 ટકા મતદાન, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ છે
1:50 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

ફિલ્મ અભિનેત્રી અને મથુરા ભાજપના સાંસદ હેમા માલિનીએ મુંબઈના અંધેરી પશ્ચિમમાં પોતાનો મત આપ્યો
1:49 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

એનસીપી પ્રમુખ શરદ પવાર પોતાનો મત આપે છે, લોકોને પણ અપીલ કરે છે - મોટી સંખ્યામાં મત આપો
1:02 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

સચિન તેંડુલકરે પરિવાર સાથે વોટિંગ કર્યું
12:36 PM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘણા કામો અને વિકાસ કર્યો છે: નીતિન ગડકરી
11:44 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

આદિત્ય ઠાકરે મતદાન કર્યા પછી લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી. આપણે જણાવી દઈએ કે આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે
11:38 AM, 21 Oct

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019

હરિયાણામાં જનનાયક જનતા પાર્ટીની સરકાર બનશે, કોંગ્રેસ ત્રીજા નંબરની લડાઈ લડી રહી છે: અશોક તંવર
11:09 AM, 21 Oct

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019

કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષોએ પહેલા જ હાર માનીને મેદાન છોડીને ભાગી ગયા છે: સીએમ મનોહર લાલ ખટ્ટર
10:53 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસે નાગપુરમાં મતદાન કર્યું
10:52 AM, 21 Oct

રિતેશ દેશમુખના ભાઈ અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે
10:51 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

લાતુરમાં મતદાન મથક પર રિતેશ દેશમુખ અને તેમની પત્ની જેનેલિયા ડિસુઝાએ મતદાન કર્યું
10:51 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં મતદાન કર્યું
10:22 AM, 21 Oct

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પોતાનો મત આપવા સાઇકલ પર હરિયાણાના કરનાલ પહોંચ્યા
10:21 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019
અભિનેતા આમિર ખાને મુંબઈ (બાંદ્રા વેસ્ટ) ના મતદાન મથક પર પોતાનો મત આપ્યો. બીજા લોકોને પણ મતદાન કરવા અપીલ કરી
10:20 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ છે, સવારે 9 વાગ્યા સુધી હરિયાણામાં 8.73 ટકા અને મહારાષ્ટ્રમાં 5.46 ટકા મતદાન થયું છે.
10:13 AM, 21 Oct

પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પત્ની ઉજ્જવલા અને પુત્રી પ્રણતિ શિંદે સાથે સોલાપુરમાં મત આપ્યો
10:13 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધન 225 સીટો પર જીત મેળવશે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ
9:50 AM, 21 Oct

જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા હરિયાણાના સિરસામાં પરિવાર સાથે મત આપવા માટે ટ્રેક્ટર દ્વારા પહોંચ્યા
9:50 AM, 21 Oct

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી
અભિનેતા અને ભાજપના સાંસદ રવિકિશને મુંબઈના ગોરેગાંવ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપ્યો
9:26 AM, 21 Oct

હરિયાણા

પહેલવાન બબીતા ફોગાટ અને ગીતા ફોગાટે ચરખી દાદરીના બલાલી ગામમાં પરિવાર સાથે મતદાન કર્યું.
READ MORE

English summary
maharastra haryana election polling 2019 live: get all latest updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X