For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની અપીલ, લોકતંત્રના આ પર્વમાં ભાગીદાર બનો

પીએમ મોદીની અપીલ, લોકતંત્રના આ પર્વમાં ભાગીદાર બનો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધઆનસભાની કુલ 288 અને હરિયાણાની કુલ 90 વિધાનસભા સીટ માટે રાજ્યોમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને વિશાળ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં લોકોને મતદાન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. તમામ મતદાતાઓને મારો અનુરોધ છે કે તેઓ પોતપોતાનો વોટ જરૂર આપે અને લોકતંત્રના આ પર્વમાં ભાગીદાર બને. પીએમ મોદીએ લખ્યું કે, મને ઉમ્મીદ છે કે યુવાનો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરશે.

PM Modi

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટ છે. ભાજપ-શિવસેનામાં થયેલ ગઠબંધન અંતર્ગત ભાજપ 150 સીટ પર ચૂંટણી લડી રહી છે, જ્યારે શિવસેના 124 સીટ પર અને 16 સીટ પર સહયોગી દળ લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં કોંગ્રેસ અને એનસીપી 125-125 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પાછલા પાંચ વર્ષથી ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર છે. રાજ્યમાં બીજીવાર સત્તા હાંસલ કરવા પૂરા દમ સાથે બંને પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસે વિવિધ ચૂંટણી લડી છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને 122 સીટ મળી હતી. જ્યારે શિવસેનાને આ ચૂંટણીમાં 63 સીટ મળી હતી. જો કોંગ્રેસની વાત કરીએ તો તેને માત્ર 42 સીટ મળી હતી. શરદ પવારની પાર્ટી એનસીપીને માત્ર 41 સીટ મળી હતી. બાકીની 13 સીટ નાની નાની પાર્ટીઓના ખાતામાં ગઈ હતી જ્યારે 7 સીટ પર અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા.

Maharashtra & Haryana Election Polling 2019 LIVE: મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટ પર મતદાન શરૂMaharashtra & Haryana Election Polling 2019 LIVE: મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટ પર મતદાન શરૂ

English summary
pm modi appeals to voters for participation in voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X