For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં ટાંગો ચલાવવાથી લઈને મસાલાના બાદશાહ બનવા સુધીની MDHના માલિકની કહાની

દિલ્લીમાં ટાંગા ચલાવનાર મહાશય ધર્મપાલ પોતાની કઠોર મહેનત અને લગનથી દેશની સૌથી મોટી મસાલા કંપનીના માલિક બન્યા હતા. આવો જાણીએ તેમની આખી કહાની.

|
Google Oneindia Gujarati News

Mahashay Dharampal Gulati Death: દેશની દિગ્ગજ મસાલા કંપની મહાશિયા દી હટ્ટી(MDH)ના માલિક ધર્મપાલ ગુલાટીનુ નિધન થઈ ગયુ છે. (Mahashay Dharampal Died)98 વર્ષીય મહાશય ધર્મપાલ કોરોનાથી સંક્રમિત થયા હતા પરંતુ કોરોનાથી રિકવર થયા બાદ તેમનુ નિધન થયુ છે. વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન માટે ગયા વર્ષે 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. મહાશય ધર્મપાલની જીવની લાખો યુવાનોને પ્રેરિત કરનારી છે. દિલ્લીમાં ટાંગા ચલાવનાર મહાશય ધર્મપાલ પોતાની કઠોર મહેનત અને લગનથી દેશની સૌથી મોટી મસાલા કંપનીના માલિક બન્યા હતા. આવો જાણીએ તેમની આખી કહાની. (Mahashay Dharampal Gulati Biography)

પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ

પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ

દિલ્લીમાં ટાંગો ચલાવતા હતા મહાશય ધર્મપાલ

દિલ્લીમાં ટાંગો ચલાવતા હતા મહાશય ધર્મપાલ

દિલ્લી પહોંચ્યા બાદ પરિવારના પાલન પોષણ માટે મહાશય ધર્મપાલ ગુલાટીએ એક ટાંગો ખરીદ્યો હતો. જેને તે દિલ્લીના કનૉટ પ્લેસ અને કરોલ બાગ વચ્ચે ચલાવતા હતા. પછી તેમણે ટાંગો વેચીને 1953માં ચાંદની ચોકમાં એક દુકાન ભાડે પર લીધી હતી. આ દુકાનનુ નામ તેમણે મહાશિયા દી હટ્ટી(MDH)રાખ્યુ હતુ. અહીંથી જ તે તેમના મસાલાનો વેપાર કરવા લાગ્યા. તેમણે ચાંદની ચોક સાથે સાથે દિલ્લીના કરોલ બાગ સ્થિત અજમલ ખાં રોડ પર પણ એક મસાલાની દુકાન ખોલી હતી.

પાંચમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો મહાશય ધર્મપાલે

પાંચમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો મહાશય ધર્મપાલે

1959 સુધી મહાશય ધર્મપાલે દિલ્લીમાં ચાંદની ચોક અને કરોલ બાગમાં બેથી ત્રણ દુકાનો મસાલાની ખોલી દીધી હતી. ત્યારબાદ 1959માં ગુલાટીએ મહાશિયા દી હટ્ટીના નિર્માણનુ એકમ સ્થાપિત કરવા માટે કીર્તિ નગરમાં જમીન ખરીદી હતી. અહીંથી તેમનો બિઝનેસ વધવા લાગ્યો હતો. ધર્મપાલ ગુલાટીએ માત્ર પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો પરંતુ બિઝનેસમાં તે અઠંગ ખેલાડી હતી. વેપાર ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ વર્ષ 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.

બન્યા હતા સૌથી વધુ કમાણી કરનાર સીઈઓ

બન્યા હતા સૌથી વધુ કમાણી કરનાર સીઈઓ

ધોરણ પાંચ સુધી અભ્યાસ કરનાર ધર્મપાલજીના બિઝનેસનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છે કે ધર્મપાલ ગુલાટી એફએમસીજી સેક્ટરના સૌથી વધુ કમાણી કરનાર સીઈઓ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર 2018માં ધર્મપાલને 25 કરોડ રૂપિયા સેલેરી મળતી હતી. ધર્મપાલ ગુલાટી પોતાની સેલેરીનો 90 ટકા ભાગ દાન કરતા હતા. એક રિપોર્ટ મુજબ તે 20 સ્કૂલ અને એક હોસ્પિટલ ચલાવતા હતા.

ધર્મપાલ ગુલાટી જાતે કરતા હતા MDH મસાલાની જાહેરાત

ધર્મપાલ ગુલાટી જાતે કરતા હતા MDH મસાલાની જાહેરાત

ધર્મપાલ ગુલાટીને તેમના ચહેરાથી લોકો ઓળખવા લાગ્યા, જ્યારે તે પોતાની કંપની MDH મસાલાની જાહેરાત ખુદ કરતા હતા. તેમની જાહેરાતની જિંગલ 'અસલી મસાલે સચ-સચ' ઘણી ફેમસ થઈ હતી. ધર્મપાલ ગુલાટીનો લોકો MDH uncle, dadaji, Masala King અને King of Spices, મસાલાના બાદશાહ, મસાલાના રાજાના નામથી ઓળખતા હતા. ધર્મપાલ ગુલાટીને તેમની ટીવી જાહેરાતથી નાના નાના બાળકો પણ ઓળખે છે.

દુનિયાભારમાં વેચાય છે MDH મસાલા

દુનિયાભારમાં વેચાય છે MDH મસાલા

ધર્મપાલ ગુલાટીએ પોતાના MDH મસાલાનો બિઝનેસ એટલો ફેલાવ્યો કે તેનુ વેચાણ આજે દુનિયાભરના ઘણા દેશોમાં થાય છે. ભારત અને દુબઈમાં MDH મસાલાની 18 ફેક્ટરીઓ છે. જ્યાંથી મસાલાને દુનિયાભરમાં મોકલવામાં આવે છે. MDH મસાલાની બજારમાં 62 પ્રોડક્ટસ છે. કંપનીનો દાવો છે કે ઉત્તર ભારતના 80 ટકા બજારમાં તેમની કંપનીનો કબ્જો છે.

MDHના ધર્મપાલ ગુલાટીએ દુનિયાને કહી અલવિદા, જાણો કોણે શું કહ્યુMDHના ધર્મપાલ ગુલાટીએ દુનિયાને કહી અલવિદા, જાણો કોણે શું કહ્યુ

English summary
Mahashay Dharampal Death: Know the inspiring journey of Tangawala to King of spices, Mahashay Dharampal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X