For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહુઆ મોઈત્રાએ BBC ડોક્યુમેન્ટ્રી શેર કરી લખ્યુ, સત્ય બોલવું વિદ્રોહ છે તો વિદ્રોહી છું

ગુજરાત દંગામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવતી બીબીસી ડોક્યુમેન્ટ્રીને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહુઆ મોઈત્રાએ આ ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ગુજરાત દંગામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભુમિકા પર સવાલ ઉઠાવતી BBC ડોક્યુમેન્ટ્રીને લઈને હવે વિવાદ ચરમ પર છે. આ વિવાદ વચ્ચે તૃણમુલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ ચેલેન્જ કરીને ડોક્યુમેન્ટ્રીનો બીજો ભાગ શેર કર્યો છે. ભારત સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યું છે.

Narendra Modi

મહુઆ મોઇત્રાએ આ ડોક્યુમેન્ટ્રીના બીજા ભાગની લીંક શેર કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યુટ્યુબને ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન ડોક્યુમેન્ટ્રીની લીંકને બ્લોક કરવા નિર્દેશ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે ડોક્યુમેન્ટ્રીને પ્રોપગેન્ડા ગણાવી છે. વિદેશ મંત્રાલેય કહ્યું હતું કે, ડોક્યુમેન્ટ્રીમાં નિષ્પક્ષતાનો અભાવ છે. આ સંસ્થાનવાદી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.

હવે સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યુ કે, આ એપિસોડ 2 છે. જ્યારે તેને હટાવાશે તો તો તે બીજી લિંક પોસ્ટ કરશે. આ પહેલા પણ મહુઆ મોઇત્રા અને અન્ય TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને પણ ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરી હતી. તેમને લીંક શેર કરતા સેન્સરશિપ સામે લડવાની વાત કરી હતી. ડેરેક ઓ'બ્રાયનની ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી પણ દેવાયુ હતું.

મહુઆ મોઈત્રાએ સરકાર પર નિશાન સાધતા ટ્વિટમાં લખ્યુ કે, @BBC રિપોર્ટ શેર કરવા બદલ નાગરિકોની ટ્વિટર લિંક્સ સરકાર દ્વારા બ્લોક કરી દેવામાં આવી છે. @derekobrienmp અને @pbhushan1 સિવાય મારી લિંક હજુ પણ એક્ટિવ છે. તેમણે કહ્યું કે તે સેન્સરશિપને નહીં સ્વીકારે અને જો સત્ય બોલવું એ વિદ્રોહ છે તો સમજી લો કે આપણે પણ વિદ્રોહી છીએ.

આ પહેલા પણ મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે, ભારતમાં કોઈ બીબીસી શો ન જોઈ શકે તે માટે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. શરમજનક છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના સમ્રાટો અને દરબારીઓ આટલા અસુરક્ષિત છે.

English summary
Mahua Moitra shared the BBC documentary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X