• search

જાણો: પીએમ મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં શું કહ્યું

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની જનતાને સંબોધિત કરી. પીએમે તેમના સંબોધનમાં ગોરખપુરથી લઇને અનેક મોટા બિંદુઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો. ત્યારે જાણો શું હતું પીએમ મોદીના ભાષણમાં ખાસ અહીં.પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં દેશ માટે બિલદાન આપનાર તમામ લોકોના યોગદાનને યાદ કરીને તેમને નમન કર્યું હતું. સાથે જ ગોરખપુર ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતના તમામ લોકો આ ઘટના માટે તમારી સાથે જ ઊભા છે. વધુમાં તેમણે કહ્યું આ એક ખાસ વર્ષ છે. ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ અને ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ આ વર્ષે ઉજવવામાં આવશે.

  modi

  પીએમ મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ

  • આપણા દેશમાં બધાનું સન્માન થાય છે. નાનું હોય કે મોટા. તમામ લોકો સાથે મળીને એક સકારાત્મક બદલાવ લાવી શકે છે. 1 જાન્યુઆરી 2018 કોઇ સામાન્ય દિવસ નથી. આ દિવસે જન્મનાર તમામ આપણા દેશનો ભાગ્ય વિધાતા હશે 21મી સદીમાં જન્મતા તમામ નૌજવાનો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આ યુવાઓ 18 વર્ષના થઇ જશે.
  • આપણે "ચલતા હૈ"નો રવૈયો છોડવો પડશે. આપણે આપણા વિચાર બદલવા પડશે. દેશને આગળ વધવામાં મદદ કરવી પડશે. સર્જિકલ સ્ટ્રાઇક વિષે બોલતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઇ ત્યારે સમગ્ર દુનિયાએ ભારતની તાકાત જાણી. 
  • દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અનેઅમારી સેનાએ હંમેશા પોતાની તાકાત સાબિત કરી છે. આજે પ્રામાણિકોનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે અને અપ્રમાણિક લોકો પાસે માથું છુપાવવા માટે જગ્યા નથી. 
  • જીએસટી મામલે બોલતા પીએમ મોદીએ કહ્યું કે દેશ જીએસટીના સમર્થન માટે સાથે આવ્યો છે અને તેની ટેકનીકલ મદદ પણ કરી છે.
  • વન રેન્ક વન પેન્શન લાગુ કરવા પર પીએમએ કહ્યું આનાથી સુરક્ષા બળોનો વિશ્વાસ વધ્યો છે. પીએમ મોદીએ આંતકવાદ પર પણ કહ્યું કે તમને જાણીને ખુશી થશે કે આજે આંતકવાદની વિરુદ્ધની આપણી આ લડાઇમાં આપણે એકલા નથી. અનેક દેશોએ આ વાતે આપણું સમર્થન કર્યું છે. આતંકવાદ વિરુદ્ધ કોઇ ઠીલ ના વર્તાવી જોઇએ. આતંકવાદીઓને અમે અનેક વાર મુખ્યધારામાં આવવા માટે કહ્યું છે.
  • કાશ્મીર મામલે પીએમ મોદીએ કહ્યું કે ના ગાળથી સમસ્યા ઓછી થશે ના જ ગોળીથી.... સમસ્યાનો અંત લાવવો હોય તો ગળે લાગવું પડશે. થોડાક અલગાવવાદી નવા-નવા કાવતરાં રાખી રહ્યા છે.
  • ગેસ સબસિડિ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે ગેસ સબસિડી હોય કે સ્વચ્છ ભારત કે પછી નોટબંધી ભારતના લોકો તમામ વસ્તુઓને લાગુ કરવા માટે પૂર્ણ સહયોગ આપે છે. વધુમાં તેમણે મંગલયાનને યાદ કરીને કહ્યું કે 9 મહિનામાં આપણે મંગલયાન પહોંચી ગયા છીએ. આ આપણી ક્ષમતા છે પણ એક રેલ પ્રોજેક્ટ પાછલા 42 વર્ષોથી અટકાઇને ઊભો છે. 
  • ન્યૂ ઇન્ડિયાનું લોકતંત્ર તેવું હોવું જોઇએ જેમાં તંત્રથી લોક નહીં પણ લોકથી તંત્ર ચાલે. આપણે આપણા યુવાનો માટે નોકરીઓ ઊભી કરનાર બનવું પડશે નહીં કે નોકરી શોધીનાર. 
  • ત્રણ તલાક પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ત્રણ તલાકની વિરુદ્ધ આંદોલનનું નિર્માણ થયું. અને મારી જે બહેનો આ માટે લડી રહી છે તેમને અભિનંદન છે.
  • આસ્થાના નામે હિંસા ક્યારેય સ્વીકાર નહીં કરવામાં આવે. પહેલા નારો હતો ભારત છોડો હવે નારો છે ભારત જોડો. દેશમાં શાંતિ, એકતા અને સમભાવનાથી સાથે ચાલવો જોઇએ. બધાને સાથે મળીને આપણી સભ્યતા અને સંસ્કૃતિની સાચવવી જોઇએ. 
  • પીએમ મોદીએ કહ્યું કે દેશમાં હવે લૂટ નહીં ચાલે. બધાને જવાબ આપવો પડશે. ભષ્ટ્રાચાર અને કાળા નાણાંની વિરુદ્ધ અમારી લડાઇ હજી વધુ આગળ વધશે. આપણે બધા મળીને એક તેવો દેશ બનાવીશું જેમાં ખેડૂતો ચિંતા નહીં નિરાંતથી સુઇ શકે. આજે તેઓ જેટલું કમાય છે તેનાથી બે ગણું તે 2022 સુધી કમાશે. આપણે બધાએ મળીને ભારત બનાવાનું છે. જ્યાં ગરીબ પાસે પાક્કુ ઘર હોય. વિજળી હોય, પાણી હોય. 14 હજારથી વધુ ગામોમાં પહેલી વાર વિજળી પહોંચી છે.
  • આપણે તેજસ હવાઇ જહાજ દ્વારા દુનિયાની અંદર પોતાની ધાક જમાવી છે. સસ્તી દવાઓથી ગરીબોને ખૂબ જ રાહત મળી છે. આપણે ગરીબ અને મધ્યવર્ગને સાથે મળીને યોજના શરૂ કરવી પડશે. અને જિલ્લા સ્તરે ડાયલિસિસ પહોંચાવવામાં આવ્યું છે. 
  • શાસ્ત્રોમાં કહ્યું છે કે અનિયત કાલા: પ્રવૃત્તયો વિપ્લવન્તે. જો યોગ્ય સમયે કોઇ કાર્ય પૂર્ણ નથી થયું તો પછી પસંદગીનું પરિણામ નથી મળતું.

  English summary
  main points of prime minister narendra modi speech on 70th independence day.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more