સુરક્ષા ચુક બાદ સંસદની સુરક્ષામાં મોટા ફેરફાર, હવે CISF ને જવાબદારી સોંપાશે
સંસદની સુરક્ષામાં ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ બન્ને ગૃહોમાં હંગામાનો માહોલ છે. આ હંગામા વચ્ચે સરકારે સંસદની સુરક્ષામાં મોટા ફેરફાર કર્યા છે.
સંસદની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસ પાસે હતી તેને હટાવીને હવે કેન્દ્ર સરકારે આ જવાબદારી સીઆઈએસએફને સોંપવાનો નિર્ણય કર્યો છે.

સીઆઈએસએફ એક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ છે અને હાલ એરપોર્ટ, દિલ્હી મેટ્રો અને પરમાણુ ઉપક્રમોની સુરક્ષા કરી રહી છે. હવે તેને સંસદની સુરક્ષા સોંપાશે.
અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદ ભવન સંકુલના સર્વેક્ષણ માટે નિર્દેશ આપ્યો છે, જેથી સીઆઈએસએફ સુરક્ષા અને ફાયર વિંગની નિયમિત તૈનાતી વ્યાપક પેટર્ન પર થઈ શકે.
કેન્દ્ર સરકારના મંત્રાલયોની રક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી યુનિટના નિષ્ણાતો સાથે સુરક્ષા દળોના ફાયર અને રિસ્પોન્સ ઓફિસર અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સંસદના સર્વેની શરૂઆત કરશે.
માહિતી અનુસાર, નવા અને જૂના સંસદ સંકુલ અને તેની સાથે જોડાયેલી ઇમારતોને CISF ની સુરક્ષા હેઠળ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને CRPFનું પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપ સામેલ હશે.
જણાવી દઈએ કે, 13 ડિસેમ્બરે 2001ની સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર સંસદની સુરક્ષામાં મોટી ખામી સામે આવી હતી. લોકસભા સત્ર દરમિયાન બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભા ચેમ્બરમાં કૂદ્યા સ્મોક કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાંસદોએ બંને ઘુસણખોરોને ઘેરીને પકડ્યા હતા. અન્ય બે લોકોએ ગૃહની બહાર સંસદ સંકુલમાં સૂત્રોચ્ચાર કરતા પીળો ધુમાડો છોડ્યો હતો.












Click it and Unblock the Notifications
