For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે ગાઈડલાઈન બનાવે કેન્દ્ર સરકારઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે કોરોના મૃતકોના પરિવારજનોને વળતર આપવા કેન્દ્ર ગાઈડલાઈન બનાવે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાથી મરનાર લોકોના પરિવારજનોને વળતર આપવાનો કેન્દ્ર સરકારે ઈનકાર કર્યો હતો પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરે અને જે લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને વળતર આપવામાં આવે. સુપ્રીમ કોર્ટેના ત્રણ જજોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટીસ અશોક ભૂષણે પોતાના ચુકાદામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીને નિર્દેશ આપ્યા છે કે તે 6 સપ્તાહની અંદર વળતરની રકમની સમીક્ષા કરે જેને કોરોના મૃતકોના પરિવારજનોને આપવાની છે.

SC

સુપ્રીમ કોર્ટે કોરોના મૃતકોને મૃત્યુ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કોરોના મહામારીમાં જેના જીવ ગયા છે તેમના પરિવારજનો માટે નાણા પંચના પ્રસ્તાવને અનુરૂપ વીમા યોજના તૈયાર કરવામાં આવે અને પરિવારજનોને વળતર આપવામાં આવે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તે છ સપ્તાહની અંદર રાજ્ય સરકારને નિર્દેશ આપે. તે ખુદ નક્કી કરે તે મૃતકોના પરિવારજનોને કેટલુ વળતર આપવાનુ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કોરોનાથી મરનારના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનુ વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ આ અરજીના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તે કોરોના મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનુ વળતર નહિ આપી શકે. સરકાર તરફથી એ પણ કહેવામાં આવ્યુ હતુ કે કોરોના કુદરતી આફત હેઠળ નથી આવતુ. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવીને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવે.

English summary
Make guideline to pay ex gratia compensation to covid victim families Supreme Court directs to centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X