હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગમાં મમતા બેનર્જી ઘાયલ, જાણો કેવી છે હાલત?
ચૂંટણી રેલીમાંથી પાછા ફરતા દરમિયાન મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ લેન્ડિંગમાં મમતા બેનર્જી ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટના બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા છે.
સીએમ મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું બાગડોગરા જતા પહેલા ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ મુદ્દે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસ નેતા રાજીબ બેનર્જીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી જલપાઈગુડીમાં રેલી કરીને બાગડોગરા પરત ફરી રહ્યા હતા. ઓછી વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું.

ઉત્તર બંગાળમાં અચાનક ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જલપાઈગુડીથી ટેકઓફ કર્યા બાદ મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને સલુગારા આર્મી એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
અહેવાલો અનુસાર, મમતા બેનર્જીને ઈમરજન્સી લેન્ડિંગ બાદ કોલકાતાની SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
West Bengal CM Mamata arrives at SSKM Hospital after her helicopter makes emergency landing
— ANI Digital (@ani_digital) June 27, 2023
Read @ANI Story | https://t.co/I6bHSxyynF#WestBengal #MamataBanerjee #Hospital #helicopter #emergency #landing pic.twitter.com/FFEXMyVj3J
જણાવી દઈએ કે, સીએમ બેનર્જીએ જલપાઈગુડીના ક્રિન્તિમાં જનસભાને સંબોધી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે, ઈમરજન્સી લેન્ડિંગ પછીના ઝટકા દરમિયાન મમતા બેનર્જીને પીઠ અને ઘૂંટણમાં ઈજા થઈ છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યુ કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હેલિગો ચાર્ટર્સ પ્રાઇવેટ લિમિટેડના EC-145 હેલિકોપ્ટરમાં માલ બજારથી બાગડોગરા જઈ રહ્યા હતા.
DGCA એ જણાવ્યા અનુસાર, બાગડોગરામાં ભારે વરસાદ અને નીચા વાદળોને કારણે તેમને સેવોક રોડ તરફ મુવ કરાયા હતા. સેવોકે રોડ પર સ્થિતી કંટ્રોલમાં છે.












Click it and Unblock the Notifications
