For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જી આજે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ એવા સમયે ગૃહ પ્રધાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે જ્યારે સીબીઆઈ કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમાર પર પોતાનો શિકંજો જમાવી રહી છે. આ પહેલા મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

mamata banerjee

મમતા બેનર્જી અને વડા પ્રધાન મોદી વચ્ચે લોકસભાની ચૂંટણી બાદ પહેલી વાર ઔપચારિક મુલાકાત થઈ. આ દરમિયાન તેમણે પીએમ મોદીને દુર્ગાપૂજા પર પશ્ચિમ બંગાળની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાન સાથેની આ બેઠક દરમિયાન મમતા બેનર્જીએ રાજ્ય માટે એનઆરસી અને વિશેષ ભંડોળના મુદ્દા પર પણ વાત કરી હતી.

મમતા બેનર્જીએ પીએમ મોદીને મળ્યા પછી કહ્યું કે આ બેઠક સારી હતી. બીજી ટર્મમાં વડા પ્રધાન પદ સંભાળ્યા પછી હું તેમને મળી નહીં, મેં રાજ્ય માટે 13500 કરોડ રૂપિયાની માંગ કરી છે. મેં પીએમ મોદી સાથે પશ્ચિમ બંગાળનું નામ બદલવા માટે ચર્ચા કરી. મમતા બેનર્જીએ કહ્યું કે અમે તેમના સૂચનને પણ સ્વીકારવા તૈયાર છીએ. મમતા બેનર્જીએ તેમની આ મુલાકાતને ચેર ટુ ચેર મિટિંગ ગણાવી છે.

આ પણ વાંચો: પીએમ મોદી માટે પાકના એરસ્પેસ ન ખોલવાના નિર્ણય પર ભારતે વ્યક્ત કરી નારાજગી, ફરીથી કરો વિચાર

મમતા બેનર્જીએ કહ્યું કે પહેલા પણ જયારે તેઓ દિલ્હી આવતા હતા ત્યારે રાજનાથ સિંહ સાથે શિષ્ટચાર મુલાકાત થઇ હતી. આ દરમિયાન તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરવા માંગે છે, જો તેઓ મુલાકાત માટે સમય આપે. એનઆરસીના સવાલ પર મમતા બેનર્જીએ કહ્યું કે, એનઆરસી આસામ સંધિનો ભાગ હતો, તેના માટે બીજે ક્યાંય કોઈ જોગવાઈ નથી. હકીકતમાં, લોકસભાની ચૂંટણી દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ આક્રમક પ્રહાર કર્યો હતો ત્યારપછી બંને તરફથી તીખી નિવેદનબાજી જોવા મળી હતી.

આ પણ વાંચો: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે 'તેજસ' લડાકુ વિમાનમાં ભરશે ઉડાન, જાણો ખૂબીઓ

English summary
mamata banerjee may meet Amit Shah today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X