પીએમ મોદી માટે પાકના એરસ્પેસ ન ખોલવાના નિર્ણય પર ભારતે વ્યક્ત કરી નારાજગી, ફરીથી કરો વિચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાને પોતાના એરસ્પેસ ખોલવાનો ઈનકાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે આ નિર્ણયની નિંદા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાને પોતાના એરસ્પેસ ખોલવાનો ઈનકાર કરી દીધો છે. બુધવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ છે કે પાકિસ્તાન પીએમ મોદી માટે પોતાના એરસ્પેસ નહિ આપે. તેમણે કહ્યુ કે આ વિશે અમે ભારતીય હાઈ કમિશનને અવગત કરાવી દીધા છે. વળી, પાકિસ્તાનના આ પગલાંનો ભારતે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે આ નિર્ણયની નિંદા કરી.

ભારતે વ્યક્ત કરી નારાજગી

ભારતે વ્યક્ત કરી નારાજગી

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ કે પાકિસ્તાન સરકારના આ નિર્ણયની અમે નિંદ કરીએ છીએ. બે અઠવાડિયામાં બીજી વાર પાકિસ્તાને આવુ કર્યુ છે. કોઈ પણ સામાન્ય દેશ દ્વારા નિયમિત રીતે આ પ્રદાન કરવામાં આવે છે. તેમણે આગળ કહ્યુ કે પાકિસ્તાને આ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને વિચલિત કરતા પોતાના આ નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ. આ સાથે તેમણે એકતરફી કાર્યવાહીના કારણોને ખોટી રીતે રજૂ કરવાની પોતાની આદત પણ સુધારવી જોઈએ.

પીએમ મોદીને કરવાનો છે અમેરિકાનો પ્રવાસ

પીએમ મોદીને કરવાનો છે અમેરિકાનો પ્રવાસ

વાસ્તવમાં પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસ માટે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવાનો હતો. પીએમ મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ પર રહેશે. તે 21 સપ્ટેમ્બરના રોજ ભારતથી અમેરિકા માટે ઉડાન ભરવાના છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાની મનાઈ કરી દીધી હતી. એ સમયે પણ પાકિસ્તાનના આ પગલા પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી.

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ કર્યુ બંધ

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ કર્યુ બંધ

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોના શહીદ થવા પર ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિકોને નષ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદથી પાકિસ્તાને 26 ફેબ્રુઆરીના રોજ પોતાના હવાઈ ક્ષેત્રોને સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. જો કે 27 માર્ચના રોજ તેણે નવી દિલ્લી, બેંગકોક અને કુઆલાલંપુર જતી ઉડાનોને છોડીને બાકી માટે પોતાના હવાઈ ક્ષેત્ર ખોલી દીધા હતા. ત્યારબાદ 15મેના રોજ પાકિસ્તાને ભારત જતા વિમાનો માટે પ્રતિબંધને 30મે સુધી વધારી દીધો હતો. પાકિસ્તાને 16 જુલાઈના રોજ પોતાના હવાઈ ક્ષેત્રને બધા નાગરિક વિમાનો માટે ખોલી દીધુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X