સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ‘તેજસ' લડાકુ વિમાનમાં ભરશે ઉડાન, જાણો ખૂબીઓ
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે બેંગલુરુમાં લાઈટ કૉમ્બેટ એરક્રાફ્ટ ‘તેજસ'માં ઉડાન ભરશે.
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે બેંગલુરુમાં લાઈટ કૉમ્બેટ એરક્રાફ્ટ 'તેજસ'માં ઉડાન ભરશે. બે સીટોવાળા સ્વદેશ નિર્મિત આ લડાકુ વિમાનમાં સંરક્ષણ મંત્રી સુલૂર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરશે. તમને જણાવી દઈએ કે 'તેજસ' એક લડાકુ વિમાન છે જેમ કે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તૈયાર કર્યુ છ, 83 'તેજસ' વિમાનો માટે એચએલને લગભગ 45 હજાર કરોડ રૂપિયા મળશે, એચએએલ અત્યાર સુધી 16 એલસીએ 'તેજસ' લડાકુ વિમાનનું નિર્માણ કરીને વાયુસેનાને સોંપી ચૂક્યુ છે.

રાજનાથ સિંહ આજે ‘તેજસ' લડાકુ વિમાનમાં ભરશે ઉડાન
આ વિશે જાણકારી આપતા નૌસેનાના ઉપાધ્યક્ષ વાઈસ એડમિરલ જી અશોકકુમારે કહ્યુ કે સંરક્ષણ મંત્રી ભારતીય વાયુસેના સાથે એક દિવસ માટે 20 સપ્ટેમ્બરના મુંબઈમાં હશે. એ દિવસે પી-75 પનડુબ્બી આઈએનએસ ખાંદેરી, પી-17 અલ્ફા જહાજ નીલગિરિ અને ભારતીય વાયુસેનાના સૌથી મોટા વિમાન વાહક ડ્રાઈડકને વાયુસેનામાં શામેલ કરવાની યોજના બનાવવામાં આવી છે.
|
શું છે ‘તેજસ'ની ખાસિયત
‘તેજસ' વિમાનની ખાસિયત તેની ઝડપ અને હળવુ વજન છે, સૌથી મોટી વાત એ કે દેશમાં તૈયાર કરવામાં આવેલ ‘તેજસ'ની ગણતરી દુનિયાના અમુક સૌથી ખતરનાક લડાકુ વિમાનોમાં થઈ રહી છે.
લગભગ નવ ટનના વજનવાળા તેજસ એક સુપરસોનિક ફાઈટર જેટ છે જે 15 કિલોમીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે.
એચએએલએ નવા તેજસ વિમાનને જૈમર-પ્રોટેક્શન ટેકનિકયુક્ત કર્યુ છે જેથી દુશ્મનની સીમા પાસે તેનુ કમ્યુનિકેશન જામ ના થઈ શકે.

એક સાથે 9 પ્રકારના હથિયાર લોડ કરી શકાય છે...
આના નીચલા ભાગમાં એક સાથે 9 પ્રકારના હથિયાર લોડ અને ફાયર કરી શકાય છે. આ હથિયારોમાં હવાથી હવામાં હુમલો કરતી મિસાઈલ, હવાથી ધરતી પર હુમલો કરતી મિસાઈલ, હવાથી પાણી પર હુમલો કરતી મિસાઈલ, હવાથી હવામાં બીજા લડાકુ વિમાનો પર હુમલો કરતી લેજર ગાઈડેડ મિસાઈલ, રૉકેટ અને બોમ્બ શામેલ છે.












Click it and Unblock the Notifications
