આખરી સમયે મમતાનો યૂટર્ન, કહ્યું- સોરી મોદીજી, શપથ ગ્રહણમાં નહિ આવું

આખરી સમયે મમતાનો યૂટર્ન, કહ્યું- સોરી મોદીજી, શપથ ગ્રહણમાં નહિ આવું

નરેન્દ્ર મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહની ઠીક પહેલા રાજકીય હલચલ વધવા લાગી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં આવવાનો ઈનકાર કરી દીધો છે, જ્યારે પહેલા તેમણે હામી ભરી હતી. મમતાએ એક ચિઠ્ઠી જાહેર કરીને લખ્યું છે કે ભાજપે આ કાર્યક્રમમાં મૃત ભાજપી કાર્યકર્તાઓના પરિજનોને બોલાવ્યા છે અને આને રાજનૈતિક હત્યા ગણાવી છે. મમતાએ કહ્યું કે આ રાજનૈતિક હત્યા નહોતી, બલકે આંતરિક દુશ્મનાવટનો મામલો છે.

મમતાને આમંત્રણ

મમતાને આમંત્રણ

મમતા બેનરજીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, પીએમ મોદીજીને શુભેચ્છા. તમારા સંવૈધાનિક આમંત્રણનો મેં સ્વીકાર કરી લીધો હતો અને તમારા શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે તૈયાર પણ હતી. પરંતુ પાછલા કેટલાક સમયમાં મેં રિપોર્ટ્સ જોયા છે કે ભાજપ કહી રહ્યું છે કે તેમણે ભાજપના એવા 54 કાર્યકર્તાઓના પરિજનોને પણ આમંત્રણ મોકલ્યું છે જેમનો જીવ બંગાળમાં રાજનૈતિક હત્યા કરી દેવામાં આવી.

શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી નહિ આપે

આગળ મમતા બેનરજી લખે છે કે આ બિલકુલ જૂઠ છે, બંગાળમાં કોઈ રાજનૈતિક હત્યા નથી થઈ. આ હત્યા આંતરિક દુશ્મનાવટ, પારિવારિક લડાઈ અને અન્ય કારણોસર થઈ છે. જેને રાજનીતિ સાથે કંઈ જ લેવા-દેવા નથી, એવો કોઈ રેકોર્ડ પણ નથી. તેમણે લખ્યું કે, સોરી મોદીજી, આ કારણે જ હું તમારા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહિ થઈ શકું. આ સમારોહ લોકતંત્રનો જશ્ન મનાવવાનો હતો, પરંતુ કોઈ એક રાજનૈતિક દળને નીચું દેખાડવાનું નહિ. કૃપયા મને ક્ષમા કરો.

રાજનૈતિક હત્યા વિશે શું કહ્યું?

રાજનૈતિક હત્યા વિશે શું કહ્યું?

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભારે હિંસા થઈ હતી. આ દરમિયાન ભાજપના કેટલાય કાર્યકર્તાઓનાં મૃત્યુ થયાં હતાં, ભાજપ તેમને શહીદ ગણાવી રહી છે. ભાજપે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવા તમામ 54 ભાજપના કાર્યકર્તાઓના પરિવારોને બોલાવ્યા હતા. જેેમને ભાજપના મિશન 2020ની રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વખેત બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. બંગાળની કુલ 42 લોકસભા સીટમાંથી ભાજપ 18 સીટ પર જીત્યું છે તો ટીએમસી 22 પર જીત્યું છે. જ્યારે ટીએમસી પાસે અગાઉ 37 લોકસભા સીટ હતી. ભાજપને બંગાળમાં 40 ટકા વોટ મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X