મમતા બેનરજીનો દાવો, બંગાળ નહી બિહારમાં વંદે ભારત પર થયો પથ્થરમારો
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં સેમી હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ પછી, તેના પર બે વાર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનાને લઈને ભાજપ અને ટીએમસી એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં સેમી હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ પછી, તેના પર બે વાર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનાને લઈને ભાજપ અને ટીએમસી એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. જેમાં હવે બંગાળના સીએમ મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. સીએમ મમતાના જણાવ્યા અનુસાર વંદે ભારત પર પથ્થરમારો બંગાળમાં નહીં પરંતુ બિહારમાં થયો હતો.

મમતા બેનર્જીએ કહ્યું કે બિહારના લોકો ગુસ્સે થઈ શકે છે કારણ કે તેઓ પણ વંદે ભારત ઈચ્છે છે. કારણ કે ભાજપ ત્યાં સત્તામાં નથી તેનો અર્થ એ નથી કે તેમને ત્યાં મંજૂરી ન આપવી જોઈએ. પશ્ચિમ બંગાળ પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. CMએ વધુમાં કહ્યું કે, જો કોઈની પાસે કામ નથી તો તે શું કરશે? તેઓ ભ્રામક છે. કેન્દ્રમાં તમારી સરકાર છે. અમે હંમેશા સાથે મળીને કામ કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર એક સંઘીય માળખું છે. એવું ન વિચારો કે આ તમારો એકાધિકાર છે. આ આપણા સૌનો એકાધિકાર છે.
તમને જણાવી દઈએ કે 3 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ફણસીદેવ વિસ્તાર પાસે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટ્રેન પર પથ્થરમારાની આ બીજી ઘટના હતી. ઘટના બાદ તરત જ આરપીએફ પોસ્ટ પર રેલવે એક્ટની કલમ 154 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેઓએ ટ્રેન પર પથ્થરમારો કરનારાઓની ઓળખ કરી લીધી છે.
વાસ્તવમાં જ્યારે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવામાં આવી ત્યારે ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જેના કારણે મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા. આ પછી વંદે ભારત પર પથ્થરમારો થયો હતો. વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે શું પથ્થરમારાની ઘટના હાવડા સ્ટેશન પર ઉદ્ઘાટન સમારોહમાં "જય શ્રી રામ" ના નારા લગાવવાનો "બદલો" હતો. હું વડા પ્રધાન કાર્યાલય, રેલવે મંત્રાલયને આ કેસની તપાસ NIAને સોંપવા અને દોષિતોને સજા કરવા વિનંતી કરું છું. આ પછી ટીએમસીએ ભાજપ પર રાજ્યને બદનામ કરવાનો આરોપ લગાવ્યો.












Click it and Unblock the Notifications
