Meghalaya Result 2023 : મેઘાલયમાં મમતાનો જાદુ, 13 બેઠકો સાથે TMC બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની
Meghalaya Result 2023 : 60 વિધાનસભા બેઠકોની મેઘાલય વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં NPP 23 બેઠકોપર આગળ છે, જ્યારે TMC 13 બેઠકો સાથે બીજા સ્થાને છે. આ ચૂંટણીમાં મમતા બેનર્જીનો જાદુ ચાલી રહ્યો છે.
Meghalaya Result 2023 : મેઘાલય વિધાનસભા ચૂંટણીની મત ગણતરી બાદ પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. પ્રારંભિક તબક્કામાં મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી હોય, તેવું જણાઇ રહ્યું છે, જ્યારે બીજી તરફ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પણ રાજ્યમાં પોતાનો 'જાદુ' બતાવી રહી છે. 60 બેઠકો ધરાવતા રાજ્યમાં NPP 23 બેઠકો સાથે આગળ છે, જ્યારે TMC 13 બેઠકો સાથે બીજા ક્રમે છે.

59 બેઠકો માટે ચાલી રહી છે મતગણતરી
ઉલ્લેખનીય છે કે, મેઘાલયમાં કુલ 60 વિધાનસભા સીટો છે, પરંતુ સોહ્યોંગ સીટના એક ઉમેદવારના મોત બાદ અહીં ચૂંટણી સ્થગિત કરીદેવામાં આવી છે. આવી સ્થિતિમાં 59 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં પ્રારંભિક પરિણામોમાં કોઈપણ પક્ષને એક પણધાર નથી મળી રહી.
ટ્રેન્ડ અનુસાર મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી NPP 23 સીટો પર આગળ ચાલી રહી છે. TMC 13, BJP 8,UDP 8, કોંગ્રેસ 7 સીટો પર આગળ જણાઇ રહી છે.

મેઘાલયમાં દેખાયું મમતા મેજીક
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મેઘાલયમાં મોટો ફાયદો થયો છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી 11સીટો પર આગળ છે. ભાજપ, કોંગ્રેસ 3-3 બેઠકો પર અને TMC 2 બેઠકો પર આગળ છે. જોકે, એક્ઝિટ પોલમાં પણ મેઘાલયમાં કોઈપાર્ટીને બહુમતી મળતી જોવા મળી નથી.

ગત ચૂંટણીમાં પણ મળી ન હતી બહુમતી
અત્રે એ પણ નોંધનીય છે કે, વર્ષ 2018માં મેઘાલયની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, જોકેકોંગ્રેસ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. કોંગ્રેસે સૌથી વધુ 21 બેઠકો જીતી હતી, જે બાદ સંગમાની પાર્ટી એનપીપી 19, ભાજપઅને એચએસપીડીપીને બે-બે બેઠકો મળી હતી. જ્યારે UDPને 6 અને PDFને 4 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં એનપીપીએ ભાજપઅને અન્યો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
