For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે તૃણમૂલ કોંગ્રેસના 6 મંત્રીઓ રાજીનામું આપશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mukul roy
કલકત્તા, 21 સપ્ટેમ્બર: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રેલવે મંત્રી મુકુલ રૉયએ કહ્યું કે રીટેઇલ સેક્ટરમાં વિદેશી રોકાણ (એફડીઆઇ) ડીઝલના ભાવવધારા અને રાંઘણગેસના સિલિન્ડરમાં કાપના મુદ્દે યૂપીએ સાથે પોતાની પાર્ટીના મતભેદ એ કક્ષાએ પહોંચી ગયા છે કે હવે પાછી પાની કરવાની કોઇ સંભાવના નથી. શુક્રવારે તેમની પાર્ટીના મંત્રીઓએ રાજીનામું વડાપ્રધાન પાસે સમય માંગ્યો હતો.

તેમણે ગુરૂવારે કહ્યું હતું કે અમે વડાપ્રધાન પાસે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાનો સમય માંગ્યો હતો. અમે કાર્યાલયમાં વડાપ્રધાનને મળવા માટે ખાત્રીની રાહ જોઇ રહ્યા છીએ. અમને આશા છે કે થોડા કલાકોમાં અમને ખાત્રી મળી જશે.

તેમણે કહ્યું હતું કે તેમનો પક્ષ યૂપીએમાંથી ટેકો પાછો ખેંચ્યો હોવાના નિર્ણય અડગ છે. મુકુલ રૉયને પૂછતાં તેમણે કહ્યું હતું કે મુદ્દો એટલી હદે પહોંચી ગયો છે કે હવે પાછી થઇ શકે નહી તો તેના જવાબમાં રૉયે જણાવ્યું હતું કે તમે એમ કહી શકો. તમને ખબર હશે કે મમતા બેનર્જીએ મંગળવારે કેન્દ્ર સરકારમાંથી ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પર ફરી વિચાર કરવા માટે ત્રણ શરતો રાખી હતી.

તેમણે માંગણી કરી છે કે યૂપીએ સરકાર એફડીઆઇની પરવાનગી પાછી ખેંચવામાં આવે, ડીઝલના ભાવમાં ત્રણથી ચાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવે અને દરેક કુટુંબને વર્ષે 24 રાંઘણગેસ સસ્તા દરે આપાવામાં આવે. મુકુલ રૉયે કહ્યું હતું કે શુક્રવારે સવારે તે દિલ્હી માટે રવાના થશે.

ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસ દ્રારા ટેકો પાછો ખેંચવામાં આવતાં 545 સંસદીય લોકસભામાં યૂપીએના સભ્યોની સંખ્યા 273થી ઘટીને 254 થઇ જશે જે અડધાથી પણ ઓછી છે. આવી પરિસ્થિતીમાં યૂપીએને સમાજવાદી અને બહુજન પાર્ટી પર નિર્ભર રહેવું પડશે. આ બંને પક્ષો યૂપીએને બહારથી સમર્થન પુરૂ પાડે છે.

English summary
The Mamata Banerjee-Congress relationship is now a closed chapter with six Trinamool Congress ministers set to formally submit their resignation letters. They will meet President Pranab Mukherjee on Friday to convey their decision of withdrawing support to the UPA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X