ફેસબુક પર સૌથી લોકપ્રિય છે મોદી, બીજા નંબર કેજરીવાલ
કલકત્તા, 22 ડિસેમ્બર: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ફેસબુક પર પાંચ લાખથી વધુ 'લાઇક' થઇ ગઇ છે પરંતુ મુદ્દે નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને વસુંધરા રાજે પણ તેમનાથી આગળ છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે 'મમતા બેનર્જીએ 15 જૂન 2012ના રોજ ફેસબુક પર યાત્રા શરૂ કરી હતી. તેમને 18 મહિનામાં પાંચ લાખ 'લાઇક' મળી છે. તેમને ફક્ત નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને વસુંધરા રાજે જ આગળ છે.

તેમને કહ્યું હતું કે 'મમતા બેનર્જીએ બાંગ્લાદેશની સાથે ભૂમિ બોર્ડર અથવા ન્યાયમૂર્તિ ગાંગુલીને તગેડી મૂકવાની માંગણી જેમ કે મહત્વપૂર્ણ કેસ પર હંમેશા પોતાના વિચારો વ્યક્ત કરવા માટે ફેસબુકના માધ્યમનો ઉપયોગ કર્યો છે. ઓ બ્રાયને કહ્યું કે 'તે જિલ્લાના પોતાના પ્રવાસ અને સરકારના કાર્યક્રમોની તસવીરો પણ ફેસબુક પર શેર કરે છે. તથા તેના માધ્યમથી લોકોને તહેવારોની શુભેચ્છા પાઠવે છે.












Click it and Unblock the Notifications
