સચિનની પુત્રી સાથે લગ્ન કરવા માંગતા યુવકની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

દેશના પૂર્વ ક્રિકેટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારાના અપહરણની ધમકી આપનારની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. એ વ્યક્તિ વારંવાર ફોન કરી સારાને હેરાન કરી રહ્યો હતો. આરોપીની ઓળખાણ દેવકુમાર મૈતી તરીકે થઇ છે, તેની ધરપકડ પશ્ચિમ બંગાળથી થઇ છે. એ સારા સાથે લગ્ન કરવા માંગતો હતો અને તેણે ફોન પર સારાને ધમકી આપી હતી કે, જો સારા લગ્ન માટે હા નહીં પાડે તો એ સારાનું અપહરણ કરશે. ધમકી મળ્યા પછી સચિનના પરિવારે મુંબઇ બાંદ્રા પોલીસમાં ફરિયાદ કરી હતી. એ યુવકે સારાને 20 વાર ફોન કર્યા હતા, અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને અપહરણની ધમકી આપી હતી. યુવકના પરિવારનું કહેવું છે કે, તેનું માનસિક સંતુલન બરાબર નથી.

sara and sachin

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આ યુવકને સચિન તેંડુલકરના ઘરનો નંબર ક્યાંથી મળ્યો. યુવકની માનસિક તપાસ પણ કરવામાં આવશે, જેથી ખબર પડે કે તે ખરેખર માનસિક રોગથી પીડાય છે કે કેમ. મુંબઇ પોલીસે ફોન ટ્રેસ કરી તેની ભાળ મેળવી હતી. મુંબઇ પોલીસ શનિવારે મહિષાડલ પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને હલ્દિયા કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ કરવામાં આવી છે. આરોપી દેવકુમાર મહિષાડલમાં આર્ટિસ્ટ તરીકે જાણીતો છે અને પ્રખ્યાત ચિત્રકાર છે. પોલીસ કસ્ટડીમાં આ યુવકે મીડિયાને કહ્યું કે, તે સચિન તેંડુલકરની પુત્રીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેણે પોતાના પાડોશીઓને પણ કહ્યું હતું કે, તે ક્રિકેટરની પુત્રી સાથે લગ્ન કરનાર છે.

English summary
A 32-year-old man has been arrested from West Bengal for threatening to kidnap Sachin Tendulkar’s daughter Sara Tendulkar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.