For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેએનયુ છાત્ર ઉમર ખાલિદ પર હુમલાખોરે ગોળી મારી કર્યો જાનલેવા હુમલો

દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં સોમવારે બપોરે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયન્ પીએચડી સ્કોલર ઉમર ખાલિદ પર અજ્ઞાત હુમલાખોરે ગોળી ચલાવી દીધી.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં સોમવારે બપોરે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયન્ પીએચડી સ્કોલર ઉમર ખાલિદ પર અજ્ઞાત હુમલાખોરે ગોળી ચલાવી દીધી. જો કે ગોળી ખાલિદને નહિ અને તે બચી ગયો. પોલિસે ઘટના સ્થળેથી એક પિસ્તોલ કબ્જે લીધી છે. ખાલિદ સોમવારે કોન્સ્ટીટ્યુશનલ ક્લબમાં એક કાર્યક્રમમાં શામેલ થવા માટે પહોંચ્યા હતા.

ઉમરને ધક્કો મારીને નીચે પાડી દીધો

ઉમરને ધક્કો મારીને નીચે પાડી દીધો

કોન્સ્ટીટ્યુશનલ ક્લબ પાસે હાજર એક વ્યક્તિએ જણાવ્યુ કે અહીં એક કાર્યક્રમ હતો જેમાં શામેલ થવા માટે ઉમર આવ્યા હતા. નજીકમાં જ એક ચા ની કીટલી પાસે જ્યારે આ લોકો ઉભા હતા ત્યારે સફેદ શર્ટ પહેરીને આવેલા એક વ્યક્તિએ ઉમરને ધક્કો મારીને નીચે પાડી દીધો અને તેના પર ગોળી ચલાવી.

હાથમાંથી પિસ્તોલ છૂટી ગઈ અને તે ભાગી ગયો

હાથમાંથી પિસ્તોલ છૂટી ગઈ અને તે ભાગી ગયો

ગોળી ચલાવતી વખતે તેના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ ત્યારબાદ તે ભાગી ગયો. ડીસીપી મધુર વર્મા અને જોઈન્ટ સીપી અજય ચૌધરીએ કહ્યુ છે કે અજ્ઞાત હુમલખોરે ઉમર પર હુમલો કર્યો પરંતુ તેની હાથમાંથી પિસ્તોલ છૂટી ગઈ અને તે ભાગી ગયો. પોલિસ મામલાની તપાસ કરી રહી છે.

પોલિસે ઉમરને સુરક્ષામાં લીધો

પોલિસે ઉમરને સુરક્ષામાં લીધો

નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર ત્યાં હાજર લોકોએ તેને પકડવાની કોશિશ કરી પરંતુ તે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. ઘટના સ્થળે પહોંચીને પોલિસે ઉમરને સુરક્ષામાં લીધો અને હુમલાખોરની પિસ્તોલ પોતાના કબ્જામાં કરી. પોલિસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઉમર ખાલિદે હાલમાં જ જેએનયુમાંથી પીએચડી પૂરી કરી છે. તે ભાજપ અને દક્ષિણંપથી સંગઠનોનો સતત વિરોધ કરતો રહે છે. તમને જણાવી દઈએ કે કોન્સ્ટીટ્યુશનલ ક્લબ સંસદ ભવનથી માત્ર 500 મીટરના અંતરે છે.

English summary
man opened fire at JNU student Umar Khalid outside Constitution Club of India Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X