For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં કિડની ફેલ થવાથી યુવકનું મોત, કોરોનાવાઈરસનું સંક્રમણ હતું

બિહારમાં કિડની ફેલ થવાથી યુવકનું મોત, કોરોનાવાઈરસનું સંક્રમણ હતું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જીવલેણ કોરોનાવાઈરસ દેશ પર સતત મોટો ખતરો બનતો જઈ રહ્યો છે. આ વાયરસના કારણે દેશમાં વધુ એક શખ્સનું મોત થયું છે. જાણકારી મુજબ યુવકની કિડની ફેલ થઈ ગઈ છે, જે બાદ આજે તેનું મૃત્યુ થઈ ગયું હતું. યુવક બિહારના મુંગેરનો રહેવાસી હતો. પટનાના એમ્સ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું છે. બે દિવસ પહેલા જ તે કોલકાતાથી આવ્યો હતો.

Coronavirus

આની પહેલા કોરોનાવાઈરસથી સંક્રમિત 63 વર્ષના એક દર્દીનું ગત રાત્રે મુંબઈમાં નિધન થયું. આ દર્દીનો પણ કોરોના ટેસ્ટ પોજિટિવ આવ્યો હતો. કોરોનાવાઈરસથી સંક્રમિત આ શખ્સ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર અને હ્રદય રોગનો પીડિત હતો. આ દર્દીના મોત બાદ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસથી મૃતકોની સંખ્યા 2 થઈ ગઈ છે જ્યારે દેશમાં આ વાયરસના સંક્રમણથી મૃત્યુ પામનારની સંખ્યા 6 થઈ ગઈ છે.

અગાઉ મહારાષ્ટ્રમાં એક દર્દીનું કોરોનાવાઈરસના સંક્રમણથી મોત થયું હતું. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 74 પર પહોંચી ગઈ છે. રવિવારે મુંબઈમાં 6 અને પુણેમાં 4 લોકોને કોરોના ટેસ્ટ પોજિટિવ જણાયા છે. દેશભરમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 324 કેસ સામે આવ્યા છે, જેમાં 24 લોકો ઠીક થઈ ચૂક્યા છે. કોરોનાવાઈરસના વધતા પ્રકોપને જોતા સમગ્ર રાજસ્થાનમાં 22 માર્ચથી 31 માર્ચ સુધી લૉકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યું છે. જો કે જરૂરતનો સામાન જેમ કે શાકભાજી, દૂધ અને દવાઓ મળતી રહેશે.

વિશ્વમાં હાહાકાર મચાવનાર COVID-19 એટલે શું ? જાણો કોરોનાવાઈરસ વિશે વિસ્તૃત માહિતીવિશ્વમાં હાહાકાર મચાવનાર COVID-19 એટલે શું ? જાણો કોરોનાવાઈરસ વિશે વિસ્તૃત માહિતી

English summary
Man tested positive of coronavirus died of kidney failure in Patna Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X