મધ્યપ્રદેશ: ઉજ્જેન માં હાર્દિક પટેલ પર શાહી ફેંકવામાં આવી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે મધ્યપ્રદેશના ઉજ્જેન માં છે. આ દરમિયાન તેઓ એક પ્રેસમિટ કરવા જઈ રહ્યા હતા તે પેહલા જ તેમના પર કોઈ વ્યક્તિએ શાહી ફેંકી. પોલીસ ઘ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આરોપી મિલિંદ ગુર્જરએ હાર્દિક પટેલ પર શાહી ફેંકી, ત્યારપછી પાટીદાર નેતા સમર્થકો ઘ્વારા તેને પકડી લેવામાં આવ્યો. ત્યારપછી આરોપીને પોલીસમાં સોંપી દેવામાં આવ્યો હતો.

hardik patel

નાનખેડા ચોકી પ્રભારી ઓપી આહીર ઘ્વારા જણાવવામાં આવ્યું કે મિલિંદે સ્વીકાર કર્યું છે કે તેને હાર્દિક પટેલ પર શાહી ફેંકી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મિલિંદે જણાવ્યું કે તેઓ હાર્દિક પટેલથી નારાજ છે. તેમનું માનવું છે કે હાર્દિક પટેલે પોતાનું કરિયર બનાવવા માટે ગુર્જર અને પટેલોનો ખોટો ઉપયોગ કર્યો. આરોપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાર્દિક પટેલને રાજ્યમાં ઘુસવા નહીં દઈએ.

આ ઘટના વિશે હાર્દિક પટેલે ટવિટ કર્યું કે મારા પર શાહી ફેંકીને ભાજપા કાર્યકર્તાઓ ઘ્વારા ઉજ્જેનમાં મારુ સ્વાગત કરવામાં આવ્યું. શાહી ફેંકનારને અમે માફ કર્યો. પરંતુ અમારી લડાઈ ચાલુ છે. હું ગોળીઓ થી ડરતો નથી તો પછી શાહીથી કઈ રીતે ડરીશ. મારી સાથે વાય સિક્યોરિટી ચાલે છે જો મારા જેવો વ્યક્તિ સલામત નથી તો આમ જનતા કઈ રીતે સલામત છે. લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે મિલિંદને પોલીસમાં સોંપતા પહેલા પટેલ સમર્થકો ઘ્વારા તેની પીટાઈ કરવામાં આવી હતી.

English summary
Man threw ink on hardik patel during an event in ujjain

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.