વીડિયો: ચાલતી ટ્રેનમાં યુવકને બારી સાથે બાંધીને પટ્ટાથી માર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો એ સનસની મચાવી દીધી છે. આ વીડિયોમાં એક યુવકને ટ્રેનની બહાર બારી સાથે લટકાવી રાખીને ખુબ જ બેરહમીથી મારવાનો મામલો સામે આવ્યો છે.

આ આખો મામલો જબલપુર અને એટારસી સ્ટેસન વચ્ચેનો છે જેમાં કેટલાક છોકરાઓએ એટારસી સ્ટેસન વચ્ચે લોકમાન્ય તિલક ટર્મિનસ ટ્રેનની બારી પર એક છોકરાને લટકાવી રાખ્યો અને જયારે ગાડી ધીમી પડી ત્યારે ટ્રેન ની બહાર આવી તેને બેલ્ટથી માર મારવાનું ચાલુ કરી દીધું. બારી સાથે બંધાયેલો છોકરો મદદ માટે ચીસો પાડતો રહ્યો પરંતુ કોઈ પણ તેની મદદ માટે આગળ ના આવ્યું.

video

પીડિત છોકરાનું નામ સુમિત કાછી છે. સુમિતનો વાંક એટલો જ હતો કે તેને મારવાવાળા છોકરાઓની બોટલમાંથી પાણી પીધું હતું સુમિત મુંબઈની કંપનીમાં નોકરી કરે છે.

સુમિતે કહ્યું કે તેને ગરમી ખુબ જ લગતી હતી એટલે તેને પાસેની બર્થમાં બેસેલા છોકરાઓની બોટલમાંથી થોડું પાણી પી લિધુ હતું. ત્યારબાદ તે છોકરાઓ તેની સાથે ઝગડો કરવા લાગ્યા સુમિતે તેમને સોરી પણ કહ્યું હતું. પરંતુ છોકરાઓએ તેની એક પણ વાત ના માની અને ચેન ખેચી કોચની બારી બહાર તેને બાંધીને બેલ્ટથી મારવા લાગ્યા. લગભગ 4 કલાક સુધી સુમિત બારી સાથે બંધાયેલો રહ્યો પરંતુ કોઈ પણ તેની મદદ કરવા માટે આગળ ના આવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X