Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંપત્તિ માટે મરેલા ભાઈના અંગૂઠાના નિશાન લઈ રહ્યો હતો નાનો ભાઈ, ફોટો વાયરલ

પૈસાની લાલચમાં ભાઈ-ભાઈમાં ઝઘડો, પિતા-પુત્રમાં ઝઘડો ખૂબ સામાન્ય છે પરંતુ હાલમાં જ વાયરલ થયેલ એક ફોટો સંબંધોને વધુ હચમચાવી દે તેવો છે.

પૈસાની લાલચમાં ભાઈ-ભાઈમાં ઝઘડો, પિતા-પુત્રમાં ઝઘડો ખૂબ સામાન્ય છે પરંતુ હાલમાં જ વાયરલ થયેલ એક ફોટો સંબંધોને વધુ હચમચાવી દે તેવો છે. વાસ્તવમાં એક વ્યક્તિ પોતાના મોટા ભાઈના મોત બાદ એક ખાલી પેપર પર તેમના અંગૂઠાના નિશાન લઈ રહ્યો છે. જેણે પણ આ ફોટો જોય તેણે વ્યક્તિને ધિક્કાર્યો. ત્યાં પહોંચેલા અમુક લોકોએ તો આનો વીડિયો પણ ઉતાર્યો.

સ્મશાન ઘાટ પહોંચી ગયો હતો મૃતદેહ

સ્મશાન ઘાટ પહોંચી ગયો હતો મૃતદેહ

આ વ્યક્તિએ આ હરકત ત્યારે કરી જ્યારે મૃતદેહને સ્મશાન ઘાટ લઈ જવામાં આવી ચૂક્યો હતો અને અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. મૃતદેહ પર કફન હતુ પરંતુ સંપત્તિની લાલચમાં આવેલ વ્યક્તિ કફન હટાવીને અંગૂઠાનું નિશાન લઈ રહ્યો હતો જેથી તેને સંપત્તિના પેપરવર્કમાં કોઈ મુશ્કેલી ના પડે. જેણે પણ આ નઝારો જોયો તેણે આ નાના ભાઈને ખૂબ કોસ્યો.

ફરિયાદ લઈ પોલિસ સ્ટેશન પહોંચી મૃતકની પત્ની

ફરિયાદ લઈ પોલિસ સ્ટેશન પહોંચી મૃતકની પત્ની

ઘટના યુપીના એક ગામ મઝવન ખુર્દની છે. મૃતક વિશંભર ઉર્ફે કલ્લુ (70) અહીંના પૂર્વ પ્રધાન હતા. તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રાપ્તી નગરના કિનારે લઈ જવામાં આવ્યા. અહીં તેમના નાના ભાઈ રામ પદારથ તેનજ અન્યએ મૃતદેહ પાસેથી સ્ટેમ્પ પેપર પર મૃતકના જમણા હાથના અંગૂઠાનું નિશાન લઈ લીધુ. આનો એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો. વીડિયો જોઈને જ્યારે કલ્લુએ પત્નીને આ વિશે માલુમ પડ્યુ તો તે ઘટનાની જાણ કરવા પોલિસ સ્ટેશન પહોંચી.

મૃતકની પત્ની સતાવી રહ્યો છે હત્યાનો ડર

મૃતકની પત્ની સતાવી રહ્યો છે હત્યાનો ડર

કલ્લુની પત્ની લગભગ 15 વર્ષ પહેલા મરી ગઈ હતી. ત્યારબાદ કલ્લુએ મંજૂ દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમના બે પુત્રો અને 5 પુત્રીઓ છે. મંજૂનું કહેવુ છે કે પૈસા માટે તેના દિયરે આ હરકત કરી છે અને આના કારણે તેમની સાથે કોઈ અપ્રિય ઘટના થવી જવી સંભવ છે. તેને પોતાના અને પરિવારના જીવના જોખમનો ડર સતાવી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X