J&Kનો મન્નાર વાની 'હિઝ્બુલ મુજાહિદ્દીન'માં જોડાયો
અલીગઢ યુનિવર્સિટીનો સ્કોલર વિદ્યાર્થી મન્નાન વાની ઘણા સમયથી ગુમ હતો. એવી પણ અફવાઓ ચાલી રહી હતી કે, તે કોઇ આંતકી સંગઠન સાથે જોડાઇ ગયો છે. તે વિશેની પુષ્ટી કરતું નિવેદન પણ જાહેર થયુ હતું.
અલીગઢ યુનિવર્સિટીનો સ્કોલર વિદ્યાર્થી મન્નાન વાની ઘણા સમયથી ગુમ હતો. એવી પણ અફવાઓ ચાલી રહી હતી કે, તે કોઇ આંતકી સંગઠન સાથે જોડાઇ ગયો છે. એ બાદ તે વાતની પુષ્ટી કરતા આંતકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈય્યદ સલાઉદ્દીને ઉર્દુમાં એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, મન્નાન વાની તેમના આંતકવાદી સંગઠનમાં જોડાઇ ગયો છે. આ ઉપરાંત બીજા અનેક કશ્મીરના શિક્ષિત યુવકો પણ તેમની સાથે જોડાઇ રહ્યા છે. નોંધનીય છે કે, સૌ પ્રથમ મન્નાન વાનીનો એ.કે.47 સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારથી જ મન્નાન ગુમ હતો. આ નિવેદન બાદ હવે તે આંતકવાદી સંગઠન સાથે જોડાઇ ગયો છે, એ વાતની પુષ્ટી થઈ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, મન્નાન વાની તેની પિતા સાથે જમ્મુ-કશ્મીરના કુપવાડામાં રહેતો હતો. છેલ્લા પાંચ વર્ષથી તે એએમયૂમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેણે એમફિલ સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો અને ભુસ્તરશાસ્તમાં પીએચડી કરી રહ્યો હતો. તે એક તેજસ્વી વિદ્યાર્થી હતો. પરંતુ તે કેવી રીતે આંતકવાદી સંગઠનના સંપર્કમાં આવ્યો તે એક મોટો પ્રશ્ન છે. તે ઉપરાંત તેનો રૂમ પાર્ટનર પણ ઘણા મહિનાથી ગુમ છે. જ્યારે કોલેજ દ્વારા તેના હોસ્ટેલના રૂપમાં છાપો મારવામાં આવ્યો ત્યારે ઘણી આપત્તિજનક વસ્તુઓ મળી આવી હતી. હવે લાગી રહ્યું છે કે કાશ્મીરના આંતકવાદમાં આવા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ લોહીની નદીઓ વહાવવાનો ભાગ બનીને રહી ગયા છે.













Click it and Unblock the Notifications
