For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Miss India World 2020: તેલંગાનાની માનસા વારાણસીએ જીત્યો મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ

મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ તેલંગાનાની 23 વર્ષીય માનસા વારાણસીને શિરે સજ્યો છે.

|
Google Oneindia Gujarati News

Telangana Beauty Manasa Varanasi, wins VLCC Femina Miss India World 2020: મુંબઈઃ ભારતને તેની મિસ ઈન્ડિયા 2020 મળી ગઈ છે. આ વખતે આ ખિતાબ તેલંગાનાની 23 વર્ષીય માનસા વારાણસીને શિરે સજ્યો છે. મિસ ઈન્ડિયા દ્વારા વીએલસીસી ટૉપ 3 વિનર્સનુ એલાન 10 ફેબ્રુઆરીએ જ તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની માન્યા સિંહ અને હરિયાણાની મનિકા શેઓકાંડ ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ રહી. ટૉપ 5ની લિસ્ટમાં ખુશી મિશ્રા, માન્યા સિંહ, માનસા, રતિ હુલજી અને મનિકા શેઓકાંડનુ નામ શામેલ હતુ પરંતુ આ વચ્ચે બાજી મારી તેલંગાના સુંદરી માનસા વારાણસીએ જે માત્ર સુંદરતાની માલિક જ નહિ પરંતુ એક સારુ દિમાગ અને નવા વિચારો પણ ધરાવે છે. (જુઓ Video)

માનસા વારાણસીએ જીત્યો મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ

માનસા વારાણસીએ જીત્યો મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ

તમને જણાવી દઈએ કે ફેમિના મિસ ઈન્ડિયા 2020ના ગ્રાંડ ફિનાલેનુ આયોજન મુંબઈમાં બુધવારે થયુ હતુ. મસ્તી અને શબાબની આ ઈવેન્ટમાં વાણી કપૂર, ચિત્રાંગદા સિંહ, નેહા ધૂપિયા, અપારશક્તિ ખુરાના અને પુલકિત સમ્રાટ સહિત ઘણા જાણીતા ફિલ્મ સ્ટાર્સ શામેલ થયા. પુલકિત સમ્રાટ અને ચિત્રાંગદા સિંહ આ ફિનાલે ઈવેન્ટ પેનલિસ્ટ હતા. વળી, વાણી કપૂર સ્ટાર પર્ફોર્મર તરીકે લોકો સામે હાજર થઈ. વળી, આ ઈવેન્ટને અપારશક્તિ ખુરાનાએ હોસ્ટ કરી.

તેલંગાનાની રહેવાસી છે માનસા

તેલંગાનાની રહેવાસી છે માનસા

તમને જણાવી દઈએ કે માનસા વારાણસી મૂળ તેલંગાનાની રહેવાસી છે અને તેની ઉંમર 23 વર્ષની છે. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે અને વ્યવસાયે તે ફાઈનાન્સિયલ ઈન્ફૉર્મેશન એનાલિસ્ટ છે. વાંચવાના શોખ અને કંઈ અલગ કરવાની ઈચ્છાએ માનસાને બ્યુટી વર્લ્ડ સુધી પહોંચાડી દીધી. માનસા વારાણસી 8 વર્ષ સુધી ભરતનાટ્યમ અને 4 વર્ષ સુધી ક્લાસિકલ મ્યૂઝિક શીખ્યુ છે. તે આ પહેલા મિસ તેલંગાના હતી. મિસ ઈન્ડિયા બન્યા બાદ માનસાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને અભિનંદન સાથે આવનારા ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

અસાધારણ બનવા માટે અસાધારણ કામ કરવા પડશે

અસાધારણ બનવા માટે અસાધારણ કામ કરવા પડશે

માનસાએ ગ્રાન્ડ ફિનાલેમાં એક કોટ વાંચ્યુ હતુ જેના કારણે તે જજોને ખાસ્સા પ્રભાવિત કરી શકી. તેણે કહ્યુ હતુ કે, 'કોઈ પુસ્તકમાં લખ્યુ હતુ કે તમારી સાથે કંઈ અસાધારણ ત્યાં સુધી નહિ થાય જ્યાં સુધી તમે કંઈ અસાધારણ નહિ કરો. તમે તમારા વિચારો બદલો અને કંઈ અલગ કરો, તમે ખુદ જ કંઈ અલગ કરી જશો.'

ગહના બાદ એડલ્ટ ફિલ્મ શૂટ કરનાર ડાયરેક્ટર ગુજરાતથી પકડાયોગહના બાદ એડલ્ટ ફિલ્મ શૂટ કરનાર ડાયરેક્ટર ગુજરાતથી પકડાયો

English summary
Manasa Varanasi Telangana wins VLCC Femina Miss India World 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X