મહિલાઓના વીડિયો મુદ્દે મણિપુરના રાજ્યપાલનું નિવેદન, કહ્યું-જવાબદાર પોલીસકર્મીઓને નહીં બક્ષવામાં આવે

મણિપુરમાં મહિલાઓ સાથે દરિંદગીનો વીડિયો સામે આવ્યા બાદ કુંભકર્ણ નિદ્રામાં સુતેલી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. 100 થી વધુ લોકોના મોત અને મહિલાો સાથે શોષણના સમાચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંઘ ઉડી છે. તમામ ઘટનાક્રમ વચ્ચે મણિપુરના રાજ્યપાલનું નિવેદન સામે આવ્યુ છે.

મણિપુરમાં સરકારનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ કોઈ કાર્યવાહી નથી થઈ રહી ત્યારે હવે રાજ્યપાલ અનુસુયા ઉઇકે ઘટના પર તાત્કાલિક પગલાં લેવાની વાત કરી છે. તેમને DGP સાથે તમામ ગુનેગારોને તાત્કાલિક પકડવા માટે વાત કરી છે અને વહેલી તકે ધરપકડ કરવા સૂચના આપી છે.

Manipur Governor

જણાવી દઈએ કે, પુરા દેશને હચમચાવી દેનારી આ ઘટનાના સમાચાર બાદ પણ સ્થાનિક સરકારના પેટનું પાણી નથી હલ્યુ. હજુ સુધી પોલીસે માત્ર એક આરોપીને ઝડપ્યો છે. બીજી તરફ સૌથી ચૌકાવનારી બાબત એ સામે આવી છે કે આ મહિલાઓને પોલીસે જ ભીડને હવાલે કરી હતી.

આ મુદ્દે રાજ્યપાલે કહ્યું કે, મેં ડીજીપીને ફોન કરીને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની સૂચના આપી છે. તેમને પૂછ્યું છે કે જે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ત્યાં કાર્યવાહી કેમ ન કરાઈ? જો પોલીસકર્મીઓ દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વાયરલ વીડિયો મુદ્દે તેમને કહ્યું કે, આ જઘન્ય અપરાધના ગુનેગારોને ઝડપી લેવા અને કાયદા મુજબ તેમને સજા કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દરેકે એક મંચ પર બેસીને પોતાની માંગણીઓ રજૂ કરવી જોઈએ, વાતચીત દ્વારા જ સમાધાન મળી શકે છે. હિંસાથી કોઈ ફાયદો નથી.

જણાવી દઈએ કે, ગઈકાલે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવાયાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો 77 દિવસ જુનો છે અને મૈતેઈ સમુદાયના કેટલાક લોકો વીડિયોમાં મહિલા સાથે બર્બરતા કરતા જોવા મળી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X