Manipur Violence: 2 મહિલાઓની નગ્ન પરેડ કરાવી ગેંગરેપ કરનાર મુખ્ય આરોપીની ધરપકડ, અન્યની પણ થઈ ઓળખ

Manipur Violence: હિંસાગ્રસ્ત મણિપુરનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓને ટોળા દ્વારા નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ઓળખ કરવામાં આવી છે.

મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ હેરાદાસ (32) તરીકે થઈ છે. વાયરલ વીડિયોની મદદથી તેની થૌબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. વીડિયોમાં આરોપી લીલા શર્ટમાં જોવા મળ્યો હતો.

Manipur Violence

આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ પર અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આરોપીઓને પકડવા માટે 12 ટીમો બનાવવામાં આવી હતી. જેમને સફળતા મળી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવા માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના 3મેના રોજ હિંસા ફાટી નીકળ્યા પછી તરત જ એટલે કે 4 મેના રોજ બની હતી. મણિપુરમાં ઈન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો, જેથી બુધવારે આ વાત સામે આવી. ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં હોબાળો થયો હતો.

આ જ મામલામાં ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે 21 જૂને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પર IPC કલમ 153A, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 અને આર્મ્સ એક્ટની કલમ 25(1C) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X