Manipur Violence: મહિલાઓની નગ્ન પરેડ મામલે SCએ સરકારને ઝાટકી, કહ્યુ - તમે કાર્યવાહી નહિ કરો તો અમે કરીશુ
Manipur Violence: મણિપુરમાં જે રીતે બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી અને તેનો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લીધુ છે.
આ વીડિયો સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સરકારને આ મુદ્દે પગલાં લેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડનો ગઈકાલે જે વીડિયો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે આ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. કોમી તણાવમાં મહિલાઓનો ઉપયોગ બિલકુલ સ્વીકારી શકાય નહીં. જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ જ વિચલિત કરનારો છે, જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે કરીશું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય આવી ગયો છે કે સરકાર ખરેખર આ મામલે આગળ આવે અને પગલાં લે. બંધારણીય લોકશાહીમાં આ બિલકુલ સ્વીકાર્ય નથી, આ ખૂબ જ વિચલિત કરનારો વીડિયો છે.
આ સાથે સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને પૂછ્યું છે કે, તમે આ મામલે શું પગલાં લઈ રહ્યા છો, અપરાધીઓને સજા આપવા માટે શું કરી રહ્યા છો. કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય જે પણ પગલાં લઈ રહ્યા એનાથી અમને અવગત કરાવે. આ મામલાની આગામી સુનાવણી શુક્રવારે થશે.












Click it and Unblock the Notifications
