સિસોદિયાનો LGને સવાલ - એમસીડીના 6000 કરોડના કૌભાંડની તપાસ કેમ નથી થઈ રહી?
હવે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજી પર પલટવાર કર્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના સતત કેજરીવાલ સરકારના નિર્ણયોમાં ખામીઓ કાઢીને તપાસના આદેશ આપી રહ્યા છે. જેના કારણે આમ આદમી પાર્ટી પણ તેમના પર જોરદાર પ્રહારો કરી રહી છે. હવે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજી પર પલટવાર કર્યો છે. તેમણે પૂછ્યુ કે તે એમસીડીના કથિત 6000 કરોડના કૌભાંડ પર કેમ ધ્યાન નથી આપી રહ્યા? સિસોદિયાએ બે મહિના પહેલા જ એ કૌભાંડને લઈને સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યુ કે બે મહિના પહેલા મે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી પરંતુ મને એ જાણીને બહુ દુઃખ થયુ કે તમે મારા દ્વારા લખેલા પત્રની રસીદ(રિસીવિંગ કૉપી) આપવી યોગ્ય ન સમજ્યુ, ભાજપના શાસન દરમિયાન આટલા મોટા કૌભાડની સીબીઆઈ તપાસની વાત તો છોડી જ દો. તેમણે આગળ કહ્ટુ કે આટલા બધા તથ્ય તમારી સામે છે પરંતુ તમે કદાચ આમાં ભ્રષ્ટાતાર નથી જોતા કારણકે આ ભ્રષ્ટાચાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.
સિસોદિયાએ આરોપ લગાવ્ય કે એલજી ગેરકાયદે રીતે બંધારણીય સીમાઓને પાર કરીને દિલ્લી સરકારના કામમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. જ્યારે આ સરકાર જનતા દ્વારા પસંદ કરવામાં આવી છે. તે કેજરીવાલ સરકારને બદનામ કરવા માટે રોજ કોઈને કોઈ નકલી તપાસના આદેશ આપતા રહે છે. તેમણે આગળ લખ્યુ કે તમે અમારી સરકાર સામે પહેલા જ ડઝનેક તપાસ કરાવી ચૂક્યા છો. જેટલી ઈચ્છોએટલી તપાસ કરી લો પરંતુ તમને નિવેદન છે કે આ બધા વચ્ચે અસલી કૌભાંડોથી મોઢુ ફેરવશો. બે મહિના પહેલા મે તમને જે પત્ર લખ્યો હતો તેના પર તમારે સીબીઆઈ તપાસનો આદેશ આપવો જોઈતો હતો.












Click it and Unblock the Notifications
