For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સૌથી ભ્રષ્ટ સરકારનું નેતૃત્વ કરે છે મનમોહન સિંહ'

By Super
|
Google Oneindia Gujarati News

sushma-swaraj
પાલમપુર, 27 ઑક્ટોબરઃ ભાજપી નેતા સુષ્મા સ્વરાજે શનિવારે કહ્યું છે કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ દેશની સૌથી ભ્રષ્ટ અને અસંવેદનશીલ સરકારનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે એક ચૂંટણી રેલી દરમિયાન પ્રધાનમંત્રી પર મંત્રીઓ માથે દોષ નાંખવાનો આરોપ લગાવ્યો છે. લોકસભાના વિપક્ષી નેતા સ્વરાજે કહ્યું કે, પ્રધાનંત્રી, મંત્રીમંડળના પ્રમુખ હોવાના કારણે જવાબદારીઓથી ભાગી શકે નહીં.

સ્વરાજે કહ્યું કે, પ્રધાનમંત્રી ભ્રષ્ટ લોકોથી ઘેરાયેલા છે, પરંતુ મંત્રીમંડળના પ્રધાન હોવાના નાતે તે જવાબદારીઓથી ભાગી શકે નહી. પ્રધાનમંત્રીને સંસદમાં જવાબ આપવા જણાવ્યું પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં, પ્રધાનમંત્રી તરીકે તે આ દોષ બીજા પર ટાળી શકે નહીં, તેમણે નૈતિક રીતે જવાબદાર થવાનું છે.

સ્વરાજે જો કે, ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોના જવાબ આપવાના ટાળ્યા હતા. તેમણે કહ્યું કે, ગડકરીએ જાતે જ કહ્યું છે કે તે કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે 4 નવેમ્બર થવાના છે.

English summary
BJP leader Sushma Swaraj said Saturday Prime Minister Manmohan Singh was "heading the most corrupt and insensitive" government in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X