For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્મદિવસ નિમિત્તે સામાન્ય જનતાએ વડાપ્રધાનને આપી 'અનોખી ભેટ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ajay devgan
બેંગ્લોર, 26 સપ્ટેમ્બર: આજે વડાપ્રધાન મનમોહન સિંહનો જન્મદિવસ છે. આજે તેમણે 80 વર્ષ પૂરા કર્યાં છે. પરંતુ કોંગ્રેસ સરકાર વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે ત્યારે જનતા મનમોહન સિંહની મજાક ઉડાવી રહી છે. એફડીઆઇને લીલી ઝંડી, રાંધણગેસ પર મર્યાદા અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન જનતા સોસિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મજાક ઉડાવી રહી છે.

હાલમાં ફેસબુક પર એક ફોટો સૌથી વધારે શેર કરવામાં આવી રહ્યો છે, આ ફોટો અભિનેતા અજય દેવગણની ફિલ્મ ગોલમાલનો છે જેના એક દ્રશ્યમાં તે બે મોટર સાઇકલ પર પગ ફેલાવીને ઉભો છે. અને તેની બાજુમાં અજય દેવગણની આવનારી ફિલ્મ સન ઓફ સરદારનો સીન છે જેમાં અજય દેવગણ બે ઘોડા પર પગ રાખીને ઘોડે સવારી કરી રહ્યો છે. ગોલમાલ ફિલ્મના ફોટા પર અંગ્રેજીમાં લખ્યું છે કે બિફોર ડીઝલ પ્રાઇસ હાઇક અને સન ઓફ સરદારના ફોટા પર લખ્યું છે આફ્ટર ડીઝલ પ્રાઇઝ હાઇક.

આ પરથી તમને અંદાજો આવી ગયો હશે કે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા કેટલી પરેશાન છે અને તેના તે પોતાના દેશના વડાપ્રધાનની કેટલી હદે મજાક ઉડાવી રહી છે. ફેસબુક પર તમને કેટલીક જગ્યાઓ પર લખેલું જોવા મળશે કે મનમોહન સિંહ બેસ્ટ ઇકોનોમિસ્ટ છે પરંતુ બેડ નેતા છે. લોકો તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યાં છે પણ તેના કાર્યકાળમાંથી જલ્દીમાં જલ્દી છુટકારો મેળવવા ઇચ્છે છે.

ગત અઠવાડિયે વડાપ્રધાને નિર્ણયો લીધા છે જેના કારણ મમતા બેનર્જી જ નહી પરંતુ સામાન્ય જનતા પણ ગુસ્સે ભરાયેલી છે. સામાન્ય જનતા વડાપ્રધાન વિરૂદ્ધ કશું કરી શકતી ન હોવાથી તે પોતાની ભડાસ ફેસબુક પર નિકાળી રહી છે.

English summary
Manmohan Singh is Best Economist but Bad Politician said People on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X