For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાઝને એક તક આપવા માગે છે મનમોહન સિંહ: ખુર્શીદ

|
Google Oneindia Gujarati News

salman khurshid
ન્યૂયોર્ક, 30 સપ્ટેમ્બર : દેશમાં વિપક્ષની કડક ટીકા છતાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરનારા વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાનના નવા વડાપ્રધાનમંત્રી પર 'વિશ્વાસ' કરવા માગે છે, અને તેમને યુદ્ધવિરામનું ઉલ્લંઘન તથા ભારતની સામે આતંકવાદી ગતિવિધિઓ રોકવાના તેમના નિવેદનને અમલમાં મૂકવા માટે એક તક આપવા માગે છે.

વિદેશમંત્રી સલમાન ખુર્શીદે આની સાથે જ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે શરીફ પર ભરોસો કરવાની સાથે જ ભારત બંધ પડેલી વાર્તા પ્રક્રિયાનું વહન કરવાની દિશામાં કોઇ પગલું ભર્યા પહેલા જમીની સ્તરે ઉઠાવવામાં આવેલા પગલાંઓની પણ ખરાઇ કરવા ઇચ્છશે.

ખુર્શીદે અત્રે પ્રેટ્રને આપેલા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે ભારત વિરોધી આતંકવાદના 'વિષાણુ'ના મૂળ પાકિસ્તાનમાં છે જેનો કોઇપણ કાળે સફાયો બોલાવવો જરૂરી છે. પછી ભલે એ 'રાજ્ય પ્રાયોજિત, રાજ્ય નિયંત્રિત, રાજ્ય સમર્થિત અથવા રાજ્ય દ્વારા પ્રોત્સાહિત કેમ ના હોય. અને આ વિષાણુંને પોતાની જડો ફેલાવીને રચનાત્મક સૃજનાત્મક સંબંધોનીના છોડને નષ્ટ કરવાની પરવાનગી ના આપવી જોઇએ.

ખુર્શીદે ભાજપાના વિરોધ છતાં શરીફની સાથે મનમોહન સિંહની મુલાકાતને યોગ્ય ગણાવતા જણાવ્યું કે 'અમારા વડાપ્રધાન તેમને એક તક આપવા માગે છે, તેમના પર વિશ્વાસ કરવા માંગે છે. પરંતુ જેમ કે તેમણે કહ્યું છે કે તપાસ કરવી પડશે.'

ભાજપાએ એવું કહેતા સિંહની શરીફની સાથે મુલાકાતનો વિરોધ કર્યો છે, પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘન કરવાનું કારણ મુલાકાતનો આ યોગ્ય સમય નથી.

English summary
Prime Minister Manmohan Singh, who met Nawaz Sharif here despite strong criticism from opposition back home, wants to 'trust' the new Pakistan prime minister and give him a chance to 'walk the talk' on stopping ceasefire violations and terror activities against India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X