For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી સુધી PM બની રહેશે મનમોહન સિંહ : કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે : કોંગ્રેસે આવનાર લોકસભા ચૂંટણી સુધી પ્રધાનમંત્રી મનમોહન સિંહને બદલવાનો ઇનકાર કરી દીધો છે પરંતુ એ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી દીધું છે કે જો યુપીએ-3 સત્તામાં આવશે તો શું મનમોહન સિંહ એકવાર ફરી પ્રધાનમંત્રી બનશે?

કોંગ્રેસ પ્રવક્તા પીસી ચાકોએ અત્રે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી બદલવા અને જલદી ચૂંટણી કરાવવાના સવાલના જવાબમાં જણાવ્યું કે 'પ્રધાનમંત્રી બદલવા અંગે ના વિચારો, અમારી પાસે મજબૂત પ્રધાનમંત્રી છે. ' તેમણે જણાવ્યું કે 'અમારી પાસે સમય છે. ચૂંટણી હજી બહુ દૂર છે. નેતૃત્વનો સવાલ અમારી પાસે નથી.' ચાકોએ પત્રકારોએ પૂછ્યુ હતું કે જો યુપીએ-3 સત્તામાં આવશે તો પ્રધાનમંત્રી કોણ બનશે?

ચાકોએ કહ્યું કે 'સમય પહેલા ચૂંટણી કરાવવાનો સવાલ નથી. સરકાર સારી સ્થિતિમાં છે. અમારી પાસે લાગૂ કરવા માટે એજેન્ડા છે.' તેમણે આગામી 22 મેના રોજ યુપીએ સરકારની નવમી વર્ષગાંઠની ચર્ચા કરતા વિભિન્ન વિસ્તારોમાં ગઠબંધન સરકારની ઉપલબ્ધીઓના ગુણગાન કર્યા અને સાથે જ વિપક્ષ પર સરકારના જનમુખી વિધાયી એજેન્ડાને રોકવા માટે નિશાનો સાધ્યો.

તેમણે કહ્યું કે સરકાર ખાદ્ય સુરક્ષા વિધેયક અને ભૂમિ અધિગ્રહણ વિધેયકને ઝડપથી પસાર કરવા માંગે છે, અને તેના માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિરોધમાં નથી પરંતુ આની પર સર્વસમ્મત નિર્ણય બનાવવો પડશે. જો તેઓ તૈયાર થાય છે તો અમે ચર્ચા માટે તૈયાર છીએ. જે વિપક્ષના વલણ પર નિર્ભર કરે છે. તેલંગાણા રાજ્યના મુદ્દે તેમણે જણાવ્યું કે આ મુદ્દો યુપીએના રાષ્ટ્રીય એજન્ડાનો ભાગ નથી. તે રાજ્ય સરકાર સાથે જોડાયેલ છે.

English summary
Cong denies rift between PM and Sonia, says Manmohan Singh will continue till 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X